પ્રિયંકા ગાંધીનો સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં તે કાર સાફ કરતી જોવા મળે છે.

પ્રિયંકા ગાંધીનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં પ્રિયંકા ગાંધી તેની કારના ગ્લાસ સાફ કરતી જોવા મળે છે. આ વીડિયો કોંગ્રેસ પાર્ટીએ તેમના ઓફિશ્યલ ઇસ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કર્યો છે.


આ વીડિયો એ સમયનો છે જ્યારે તે ઉત્તર પ્રદેશના રામપુરના રસ્તે જતાં હતા. આ સમયે તેમણે કારની વિન્ડશિલ્ડને જાતે જ સાફ કરી હતી. પ્રિયંકા ગાંધી ગુરૂવારે ટ્રેક્ટર રેલીમાં જીવ ગુમાવનાર નવરિત સિંહના પરિવારને મળવા પહોંચ્યા હતા.