દિલ્લી:ઉત્તરપ્રદેશની ચુટણીને લઈને કૉંગ્રસ કોઈ કચાસ નથી રાખવા માંગતું ત્યારે યુપીના પ્રભારી ગુલામ નબી આઝાદે કહ્યું યુપી કૉંગ્રેસીઓની માંગ છે કે  પ્રિયંકા ગાંધી અમેઠી-રાયબરેલીની બહાર પણ સક્રીય થાય. આ મુદ્દે પ્રિયંકા ગાંધી સાથે વાત કરતા તેમણે સકારાત્મક સંકેત આપ્યા છે.ત્યારે આગામી 19 નવેમ્બરના ઈંદિરા ગાંધીના જન્મદિવસ પર પ્રિયંકા ગાંધીને લોંચ કરવામાં આવી શકે છે.કૉંગ્રેસીઓને પ્રિયંકામાં ઈંદિરા ગાંધીની ઝલક દેખાય છે. જ્યારે પ્રિયંકા પણ ઈંદિરા ગાંધી જેવા હાવભાવ અને કપડા પહેરવાની કોશિષ કરે છે. અમેઠી અને રાયબરેલીની બહાર પણ તેમના સર્મથકોએ પ્રિયંકા ગાંધીના પોસ્ટર લગાવ્યા છે.હાઈકમાન્ડે પ્રિયંકા ગાંધીની તસવીર લગાવવાની છુટ આપી છે આ સાથે તેમણે શર્ત પણ રાખી છે કે પ્રિયંકાની તસવીર એકલી ન હોવી જોઈએ તેમજ રાહુલ ગાંધી કરતા તસવીર મોટી પણ ન હોવી જોઈએ. સુત્રોની જાણકારી મુજબ 19 નવેમ્બરના ઈંદિરા ગાંધીના જન્મદિવસ પર પ્રિયંકાને લોંચ કરવાનો પ્રસ્તાવ ગાંધી પરિવારને પણ પસંદ આવ્યો છે.પરંતુ ગાંધી પરિવારે આ માટે ચોક્કસ સમયની રાહ જોવા માટે કહ્યુ છે. જેના કારણે હાલ એલાન કરવામાં પણ નહી આવે જ્યારે આ મામલે  કૉંગ્રેસના કોઈ નેતા કંઈ પણ કેહવા માટે તૈયાર નથી.