West Bengal Protest:પશ્ચિમ બંગાળના હાવડા(Howrah) જિલ્લા બાદ હવે અફવાઓ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવા માટે 14 જૂને સવારે 6 વાગ્યા સુધી મુર્શિદાબાદ(Murshidabad) ના બેલડાંગા(Beldanga)માં ઈન્ટરનેટ સેવાઓ સ્થગિત કરી દેવામાં આવી છે. અગાઉના દિવસે, વિરોધ વચ્ચે પશ્ચિમ બંગાળ(West Bengal)ના હાવડા જિલ્લામાં (Internet Service Suspended) 13 જૂને સવારે 6 વાગ્યા સુધી ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત કરવામાં આવી હતી. તે જ સમયે, હિંસા બાદ હાવડા પોલીસના ઉચ્ચ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. હાવડાના નવા પોલીસ કમિશનર IPS પ્રવીણ ત્રિપાઠી(Praveen Tripathi) હશે અને હાવડા ગ્રામ્યના નવા SP સ્વાતિ બંગાલિયા(Swati Bhangalia) હશે. હાવડાના વર્તમાન કમિશનર સી. સુધાકર(C Sudhakar)ને કોલકાતાના જોઈન્ટ સીપી બનાવવામાં આવ્યા છે.
તમને જણાવી દઈએ કે શુક્રવારે પશ્વિમ બંગાળ(West Bengal Protest)માં સેંકડો પ્રદર્શનકારીઓએ પયગંબર મોહમ્મદ (Prophet Muhammad) વિશે ભાજપના નેતાઓ દ્વારા કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણીના વિરોધમાં પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન રસ્તાઓ અને રેલવે ટ્રેક બ્લોક કરી દેવામાં આવ્યા હતા. પોલીસ અને દેખાવકારો વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. અનેક જગ્યાએ આગચંપી પણ કરવામાં આવી હતી. તે જ સમયે, હાવડાના ઘણા વિસ્તારોમાં કલમ-144 લાગુ કરવામાં આવી છે.
પ્રદર્શન દરમિયાન પશ્ચિમ બંગાળમાં હિંસા
આ સિવાય હાવડાથી ચાલતી ઘણી ટ્રેનો પણ શનિવાર માટે રદ કરવામાં આવી છે. દેખાવકારોએ પંચલા અને ધુલાગઢમાં રસ્તાઓ પર ટાયર સળગાવ્યા હતા, જ્યારે ઉલુબેરિયામાં એક પોલીસ મથકને સળગાવી દેવામાં આવ્યું હતું. તે જ સમયે, પ્રદર્શનકારીઓનું કહેવું છે કે, તેમની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડતી ટિપ્પણી માટે ભાજપના ભૂતપૂર્વ નેતાઓની તાત્કાલિક ધરપકડ થવી જોઈએ. વિરોધને જોતા, પશ્ચિમ બંગાળના હાવડા જિલ્લામાં ઈન્ટરનેટ સેવાઓ 13 જૂને સવારે 6 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. તે જ સમયે, મુર્શિદાબાદના બેલડાંગામાં ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે.