નવી દિલ્હીઃ પટિયાલાના સાંસદ અને પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહની પત્ની પરનીત કૌરે શનિવારે તેના સંસદીય મત વિસ્તારમાં પ્લાસ્ટિક સફાઇ અભિયાનનું આયોજન કર્યું હતું. આ સફાઇ અભિયાન દરમિયાન તેઓ બેભાન થઈ ગયા હતા.


પ્લાસ્ટિક સાફ કરવા માટે સ્વચ્છ શ્રમદાન અભિયાનને લીલી ઝંડી બતાવવા આવેલા 75 વર્ષીય પરનીત કૌર બેભાન થયા બાદ ડોક્ટરે તેમના બ્લડપ્રેશનરની તપાસ કરી હતી. જે નોર્મલ માલુમ પડ્યું હતું. જે બાદ ડોક્ટરે તેમને ફીટ જાહેર કર્યા હતા.

પરનીત કૌરે ટ્વિટ કરીને કહ્યું, પંજાબ પ્રદૂષણ  બોર્ડ અંતર્ગત સ્વચ્છ શ્રમદાન અભિયાન સફળતાપૂર્વક શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત અમે પટિયાલાને પોલિથીન મુક્ત બનાવી રહ્યા છીએ. હું તમને પણ આંદોલનમાં સામેલ થવા અને આપણી આસપાસના વાતાવરણને સ્વચ્છ બનાવવામાં સહયોગ કરવાનો આગ્રહ કરું છું.

આ પહેલા પણ તેઓ કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક દરમિયાન ઘાયલ થયા હતા. જે બાદ ડોક્ટરોએ તેમને 10 દિવસ સુધી પબ્લિંગ મીટિંગ દૂર  રહેવા અને આરામ કરવાની સલાહ આપી હતી.