Punjab News: પંજાબમાં ભગવંત માન સરકાર સતત મોટા નિર્ણયો લઈ રહી છે. તેમણે હંગામી કર્મચારીઓની લઈ મોટી જાહેરાત કરી છે. ભગવંત માને જાહેરાત કરી કે 25 હજાર હંગામી કર્મચારીઓને કાયમી કરવામાં આવશે. જેનાથી ગ્રુપ સી અને ડીની હંગામી કર્મચારીઓને ફાયદો થશે.


માને કહ્યું કે, પંજાબમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતાં 35 હજાર હંગામી કર્મચારીઓને કાયમી કરવાનો ફેંસલો લેવામાં આવ્યો છે. મેં ચીફ સેક્ર્ટરીને આવા કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગની રિક્રૂટમેંટ બંધ કરવા કહ્યું છે. પંજાબના નવા મુખ્યમંત્રી ભગવંત માન ટૂંક સમયમાં જ પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરશે. તેમણે બંનેને મળવા માટે સમય માંગ્યો છે.





મંગળવારે મુખ્યમંત્રી ભગવંત માને વિધાનસભામાં મોટી જાહેરાત કરતા કહ્યું કે, શહીદ-એ-આઝમ ભગત સિંહના 'શહીદ દિવસ'  પર 23 માર્ચે સમગ્ર પંજાબમાં જાહેર રજા રહેશે. વિધાનસભામાં ડો.ભીમરાવ આંબેડકર અને ભગતસિંહની પ્રતિમાઓ સ્થાપિત કરવાની પણ જાહેરાત કરવામાં આવી હતી.


આ પહેલીવાર હશે જ્યારે સરદાર ભગત સિંહના શહીદ દિવસ પર સમગ્ર પંજાબમાં રજા હશે. આ પહેલા પંજાબના નવાશહેરમાં જ શહીદ દિવસ નિમિત્તે રજા રહેતી હતી. પરંતુ માન સરકારે શહીદ દિવસને લઈને એક નવી પરંપરા શરૂ કરી છે. તેમણે કહ્યું કે શહીદ-એ-આઝમ ભગત સિંહના શહીદ દિવસના અવસર પર 23 માર્ચે સમગ્ર પંજાબમાં રજા રહેશે. આ સાથે 28 સપ્ટેમ્બરે ભગતસિંહની જન્મજયંતિ નિમિત્તે સમગ્ર પંજાબની શાળાઓમાં દિવસભર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે, જેમાં આવનારી પેઢીને ભગતસિંહના જીવન વિશે જણાવવામાં આવશે.


વિધાનસભામાં મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું હતું કે, આ અવસર પર પંજાબના લોકો, વડીલો અને બાળકો ભગતસિંહને તેમના ગામ ખટકરકલાન જઈને શ્રદ્ધાંજલિ આપી શકશે. અંગ્રેજો સામેના આઝાદીના યુદ્ધમાં ભગતસિંહને 23 માર્ચ 1931ના રોજ સુખદેવ અને રાજગુરુની સાથે ફાંસી આપવામાં આવી હતી. લાહોર ષડયંત્રના આરોપમાં ત્રણેયને ફાંસી આપવામાં આવી હતી.