જાલંધર: AAP નેતા લક્કી ઓબેરોયની ગોળી મારી હત્યા, હુમલાખોરોએ ગુરૂદ્વારાની બહાર જ કર્યો હુમલો
AAP Leader Shot Dead: લકી સવારે 8:15 વાગ્યે રાબેતા મુજબ ગુરુદ્વારામાં શ્રદ્ધાંજલિ આપવા ગયો હતો. આ દરમિયાન ગુરુદ્વારાની બહાર હુમલાખોરોએ તેના પર ગોળીબાર કર્યો

AAP Leader Shot Dead: પંજાબના જાલંધરમાં આમ આદમી પાર્ટીના નેતા લકી ઓબેરોયની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટના મોડેલ ટાઉનમાં ગુરુદ્વારા સાહિબની બહાર બની હતી. હુમલાખોરોએ લકી ઓબેરોય પર અંધાધૂંધ ગોળીબાર કરીને હત્યા કરી હતી. લકીને 5 ગોળીઓ વાગી હતી. ગોળીબાર બાદ તેમને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ ઘટનામાં હુમલાખોરોએ તેમની કાર પર પણ ગોળીઓ વરસાવી હતી. કારના કાચ તૂટી ગયા હતા. પંજાબમાં આ પહેલા પણ ઘણી અગ્રણી હસ્તીઓની આવી જ રીતે હત્યા કરવામાં આવી છે. ગાયક સિદ્ધુ મૂસેવાલાની પણ તેમની કારની અંદર આવી જ રીતે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
VIDEO | Punjab: Aam Aadmi Party (AAP) leader Lucky Oberoi was shot dead outside a Gurdwara in Model Town, Jalandhar; probe underway. Visuals from the spot.
— Press Trust of India (@PTI_News) February 6, 2026
(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7)#Punjab #Jalandhar pic.twitter.com/laqDgjTU90
લકી સવારે 8:15 વાગ્યે રાબેતા મુજબ ગુરુદ્વારામાં શ્રદ્ધાંજલિ આપવા ગયો હતો. આ દરમિયાન ગુરુદ્વારાની બહાર હુમલાખોરોએ તેના પર ગોળીબાર કર્યો. ગોળીઓથી તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. હોસ્પિટલના ડોક્ટરોએ લકીને મૃત જાહેર કર્યો. હુમલાખોરે થારમાં મુસાફરી કરી રહેલા લકી પર 7 થી 8 ગોળીઓ ચલાવી હતી. કેટલીક ગોળીઓ મૃતકની છાતી અને માથામાં વાગી હતી. ઘટનાની માહિતી મળતા જ તપાસ ટીમના પોલીસ અધિક્ષક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને કેસની તપાસ શરૂ કરી હતી.






















