નવી દિલ્લીઃ પ્રદેશ અઘ્યક્ષના પદ પરથી રાજીનામુ આપ્યાં બાદ નવજોતસિંહ સિંદ્ધુનું પ્રથમ નિવેદન સામે આવ્યું આવ્યું છે. નવજોતસિંહ સિદ્ધુએ કહ્યું કે, હું ન્યાય માટે લડતો રહીશ અને પંજાબના હિત માટે અને તેમનું જીવન ધોરણ સુધારવા માટે ગમે તેવું બલિદાન આપવા તૈયાર છું. 


પ્રદેશ અધ્યક્ષના પદ પરથી રાજીનામુ આપ્યાં બાદ ટ્વિટ પર એક વીડિયો પોસ્ટ કરીને નવજોત સિંદ્ધિએ કહ્યું કે, હું હાઇકમાન્ડને ગેરમાર્ગે ક્યારેય નહીં દોરુ. હું મારા છેલ્લા શ્વાસ સુધી સત્યની લડાઇ લડતો રહીશ. સિદ્ધુએ વિપક્ષ પર પણ નિશાન સાધ્યું હતું. 


નવજોતસિંહ સિંદ્ધુ પંજાબના મુખ્યમંત્રી બનવા ઇચ્છતા હતા પરંતુ અમરિંદરના વિરોધી સૂરના કારણે આખરે પસંદગીનો કળશ ચન્ની પર ચરણજીત ચન્ની પર ઢોળાયો. નવજોત સિંહ સિંદ્ધુને હતું કે, મુખ્યમંત્રી પદ પર ભલે ચન્ની હોય પરંતુ દોરી સંચાર તેમના હાથમાં જ  રહેશે પરંતુ સત્તા પર આવ્યાં બાદ ચરણજીત ચન્ની તેમના રીતે સ્વતંત્ર રીતે શાસન કરતા નવજોતસિંહ સુદ્ધુ વચ્ચે મતભેદ સર્જાયા અને આખરે તેમને રાજીનામુ ધરી દીધું.


ગઈ કાલે પંજાબ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પદેથી નવજોતસિંઘ સિદ્ધુએ રાજીનામું આપી દિધું હતું. તેમણે કોંગ્રેસના કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધીને રાજીનામું ધરી દીધું છે. તેમણે સોનિયા ગાંધીને પત્ર લખ્યો હતો. જેમાં તેમણે લખ્યું છે કે, હું કોંગ્રેસ માટે કરતો રહીશ.


આ અંગે મળતી માહિતી પ્રમાણે, પંજાબમાં બનેલી નવી સરકાર પછી નવા મંત્રીમંડળની રચના અને તેમને ખાતાઓની ફાળવણી અંગે વિશ્વાસમાં લેવામાં ન આવતાં તેઓ નારાજ હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ કારણે તેમને રાજીનામું આપ્યું હોવાની ચર્ચા છે. તેમના રાજીનામાને કારણે ફરી એકવાર પંજાબનું રાજકારણ ગરમાયું છે. 

પંજાબમાં રાજકીય ઘમાસાણ વચ્ચે CM ચન્નીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. પ્રેસ કોન્ફરન્સમાં સંબોધન કરતાં મુખ્યમંત્રી ચન્નીએ કહ્યું હતું કે પંજાબના હિત માટેના તમામ કાર્યો કરવામાં આવી રહ્યા છે. પંજાબમાં મુખ્યમંત્રી ચન્નીએ કહ્યું હતું કે પંજાબમાં વીજળી બાબતે લોકોને મુશ્કેલીઓ પડી રહી છે, જેઓ તેમના જૂના બિલ ભરી શક્યા નથી તેમના કનેકશન કાપી નાખવામાં આવ્યા હતા. 2 KW સુધીના વીજ જોડાણ ધરાવતા લોકોના જોડાણો પુન જોડવામાં આવશે. તેમજ આ સાથે તમામ જૂના બાકી બિલ સરકાર ભરશે.