Sidhu Moosewala Murder Case : જાણીતા પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલા મર્ડર કેસના આરોપીઓ વચ્ચે પંજાબના તરનતારનની ગોઇંદવાલ સાહિબ જેલમાં લોહીયાળ ગેંગવોર થયું હતું. આરોપી પૈકી મનદીપ તુફાન, મનમોહન સિંહ અને કેશવ વચ્ચે રવિવારે સાંજે લોહિયાળ અથડામણ થઈ હતી. જેમાં ગેંગસ્ટર મનદીપ તુફાન અને મનમોહન માર્યા ગયા હતા. જ્યારે ગેંગસ્ટર કેશવ ગંભીર રીતે ઘાયલ થયો હતો. સિદ્ધુ સિદ્ધુ મુસેવાલા હત્યા કેસના ત્રણેય આરોપીઓ પંજાબની ગોઇંદવાલ જેલમાં બંધ હતા જ્યાં તેમની વચ્ચે અથડામણ થઈ હતી.


પંજાબના તરનતારનની ગોઇંદવાલ સાહિબ જેલમાં આજે રવિવારે બપોરે અચાનક જ ગેંગવોર ફાટી નિકળ્યું હતું. જેમાં બે લોકોના મોત થયા હતા. જેલમાં બદમાશોની બે ટોળકી વચ્ચે હિંસક અથડામણ થઈ હતી જેમાં મનદીપ સિંહ તુફાન અને મનમોહન સિંહ માર્યા ગયા હતા. ત્રીજો ગેંગસ્ટર કેશવ જે ભટિંડાનો રહેવાસી છે ગંભીર રીતે ઘાયલ થયો છે. તેને સારવાર અર્થે અમૃતસરની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.


રાયના રહેવાસી દુરાન મનદીપ સિંહ તુફાનની સિદ્ધુ સિદ્ધુ મુસેવાલા હત્યા કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. મનદીપ તુફાન ગેંગસ્ટર મણિ રિયા સાથે પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. તુફાનને તરનતારનના થાણા વૈરોવાલ હેઠળના ગામમાંથી પકડવામાં આવ્યો હતો. ગેંગસ્ટર મનદીપ તુફાન જગ્ગુ ભગવાનપુરિયા ગેંગનો શાર્પ શૂટર હતો. જગ્ગુ ભગવાનપુરિયાની પૂછપરછ બાદ મૂઝવાલા મર્ડર કેસમાં તેનું નામ સામે આવ્યું હતું.


સારવાર દરમિયાન મૃત્યુ


ડીએસપી જસપાલ સિંહ ધિલ્લોને જણાવ્યું હતું કે, ભટિંડાના રહેવાસી કેશવ અને બદલાડાના રહેવાસી મનમોહન સિંહ મોહનાને સિવિલ હોસ્પિટલ તરનતારનમાં દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ ગેંગસ્ટર મનમોહનનું પણ સારવાર દરમિયાન મોત થયું હતું.


ઉલ્લેખનીય છે કે, પંજાબી સિંગર શુભદીપ સિંહ સિદ્ધુ કે જેઓ સિદ્ધુ સિદ્ધુ મુસેવાલા તરીકે જાણીતો હતો. તેની ગયા વર્ષે 29 મેના રોજ પંજાબના માનસા જિલ્લામાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ગેંગના સભ્ય સતીન્દરજીત સિંહ ઉર્ફે ગોલ્ડી બ્રારે સિદ્ધુની હત્યાની જવાબદારી લીધી હતી. આ કેસમાં કેટલાક લોકોની ધરપકડ કરવામાં આવી હતી. 


સિદ્ધુ મુસેવાલા હત્યાકાંડ મામલે પૂણે પોલીસે ગુજરાતમાંથી કરી આ શૂટરની ધરપકડ


સિદ્ધુ મુસેવાલા હત્યાકાંડ મામલે પોલીસને મોટી સફળતા મળી છે. શૂટર સંતોષ જાધવની ગુજરાતમાંથી ધરપકડ કરવામાં આવી છે. પૂણે પોલીસે શૂટર સંતોષ જાધવની ધરપકડ કરી છે. નોંધનિય છે કે, પંજાબના જાણીતા સિંગર સિદ્ધુ મુસેવાલાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. જેમાં દિલ્હીની જેલમાં બેઠેલા ગેંગસ્ટર લોરેન્સનું નામ સામે આવ્યું હતું. આ કેસમાં પોલીસે અત્યાર સુધીમાં અનેક લોકોની ધરપકડ કરી છે.


 કોણ છે મુસેવાલા હત્યાકાંડનો માસ્ટરમાઇન્ડ? દિલ્હી પોલીસે કર્યો મોટો ખુલાસો ?


સિદ્ધૂ મુસેવાલા હત્યા કેસમાં  દિલ્હી પોલીસે પ્રેસ કોન્ફરન્સ કરીને મોટો ખુલાસો કર્યો છે. આ ખુલાસો 29 મેના રોજ થયેલા મુસેવાલા મર્ડર કેસના સંદર્ભમાં કરવામાં આવ્યો છે. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, લોરેન્સ મુસેવાલાની હત્યા પાછળનો માસ્ટરમાઇન્ડ હતો. પોલીસે કહ્યું છે કે લોરેન્સ ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરતો રહ્યો છે. પોલીસે દાવો કર્યો છે કે તેમણે વિકી મુડુખેડાના હત્યારાઓને પણ પકડી લીધા છે. આ સાથે કબડ્ડી ખેલાડી સંદીપ નાંગરના હત્યારાઓ પણ ઝડપાઈ ગયા છે. પોલીસે કહ્યું છે કે અમે મુસેવાલાના હત્યારાઓને પણ જલ્દી પકડવા માંગીએ છીએ.