બેંગલુરુમાંથી એક હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. અહીં જાણીતી IT કંપની Capgeminiના HAL કેમ્પસમાં આવેલા ડે-કેર સેન્ટરમાં નાનાં બાળકો સાથે દુર્વ્યવહાર કરવામાં આવતો હોવાના વીડિયો વાયરલ થયા છે. આ વીડિયોના આધારે પાંચ મહિલા કેરગિવર્સ સામે FIR નોંધવામાં આવી છે. હાલ પોલીસ બાળકો સાથે થયેલા કથિત દુર્વ્યવહારની તપાસ કરી રહી છે.

Continues below advertisement

બેંગલુરુના ડે-કેરમાં અમાનવીય વર્તન

Continues below advertisement

આ ફરિયાદ ડે-કેર સેન્ટરની અંદર રેકોર્ડ થયેલા વીડિયો આધારે કરવામાં આવી હતી. ફરિયાદી મુજબ, વીડિયોમાં બાળકો રડતા જોવા મળે છે અને કેરગિવર્સ તેમના પર મારપીટ કરતી તેમજ તેમને ડરાવતી-ધમકાવતી હોવાનું દેખાય છે. પોલીસના જણાવ્યા અનુસાર, વીડિયોમાં બે થી ત્રણ વર્ષની ઉંમરના બાળકોને ધમકાવવામાં આવતા હોવાના દૃશ્યો પણ જોવા મળે છે.

 

ફરિયાદ મુજબ, કેરગિવર્સે કથિત રીતે બાળકોને ફ્રન્ટ-લોડિંગ વોશિંગ મશીનની અંદર મૂક્યા હતા, તેમને ટોયલેટ પર બેસાડ્યા હતા, ટોયલેટ જેટ સ્પ્રેથી તેમના મોઢામાં પાણીનો છંટકાવ કર્યો હતો, તેમને બાથરૂમમાં બંધ કરી દીધા હતા અને ચુપ રહેવા માટે ધમકાવ્યા હતા.

આ પણ વાંચો: Ketan Murder Case: લોહગઢ કિલ્લામાં ફરી કેતન મર્ડરનું રિક્રિએશન, 300 ફૂટની ખીણમાં ફેંકાઇ ડમી

પાંચ મહિલાઓ સામે કાર્યવાહી

પોલીસે જણાવ્યું કે, આરોપી કેરગિવર્સને ટૂંક સમયમાં પૂછપરછ માટે બોલાવવામાં આવશે. પોલીસે વધુમાં જણાવ્યું કે, આ ઘટનાઓ એક ચાઇલ્ડકેર સેન્ટરમાં બની હતી, જ્યાં IT કંપનીના કર્મચારીઓ કામ દરમિયાન પોતાના નાનાં બાળકોને સંભાળ માટે મૂકે છે.                               

આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે દુર્વ્યવહારના વીડિયો વોટ્સએપ પર વાયરલ થયા અને તેની જાણ ચાઇલ્ડ હેલ્પલાઇનને કરવામાં આવી. ત્યારબાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. ફરિયાદના આધારે પોલીસે પાંચ મહિલાઓ સામે જુવેનાઇલ જસ્ટિસ (કેર એન્ડ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન) એક્ટની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો છે. મામલાની વધુ તપાસ ચાલી રહી છે.