Rahul Gandhi Statement: લોકસભામાં વિરોધ પક્ષના નેતા (Leader of Opposition) રાહુલ ગાંધીએ ગુજરાતમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ હેઠળ ચાલી રહેલી 'SIR' પ્રક્રિયાને લઈને ભારતીય જનતા પાર્ટી (BJP) અને ચૂંટણી પંચ (Election Commission) પર આકરા પ્રહારો કર્યા છે. ગુજરાત કોંગ્રેસે જાહેર કરેલા દસ્તાવેજોના આધારે રાહુલ ગાંધીએ ગંભીર આરોપ લગાવતા કહ્યું છે કે, "જ્યાં પણ ભાજપને પોતાની હાર દેખાય છે, ત્યાં તે મતદારોને સિસ્ટમમાંથી જ દૂર કરી દે છે." તેમણે આ પ્રક્રિયાને માત્ર વહીવટી કામગીરી નહીં, પરંતુ એક 'આયોજનબદ્ધ મત ચોરી' (Organized Vote Theft) ગણાવી છે.

"SIR એક વ્યૂહાત્મક હથિયાર છે" 

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પ્રતિક્રિયા આપતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં SIR ના નામે જે થઈ રહ્યું છે તે લોકશાહી માટે ખતરનાક છે. તેમણે દાવો કર્યો કે આલંદ અને રાજુરામાં જે પેટર્ન જોવા મળી હતી, તે જ બ્લુપ્રિન્ટ હવે ગુજરાત અને રાજસ્થાનમાં લાગુ કરવામાં આવી રહી છે. રાહુલ ગાંધીના મતે, "SIR ને એક હથિયાર બનાવી દેવાયું છે, જેનો ઉપયોગ 'એક વ્યક્તિ, એક મત' ના બંધારણીય અધિકારને ખતમ કરવા માટે થઈ રહ્યો છે. જેથી જનતા નહીં, પણ ભાજપ નક્કી કરે કે સત્તામાં કોણ રહેશે."

Continues below advertisement
Continues below advertisement

ચૂંટણી પંચ પર ગંભીર સવાલો 

રાહુલ ગાંધીએ ચૂંટણી પંચની ભૂમિકા પર સવાલ ઉઠાવતા કહ્યું કે, "સૌથી ગંભીર બાબત એ છે કે ચૂંટણી પંચ હવે લોકશાહીનું રક્ષક (Guardian of Democracy) રહ્યું નથી, પરંતુ આ મત ચોરીના કાવતરામાં મુખ્ય સહભાગી બની ગયું છે. પંચે પોતાની જવાબદારી શાસક પક્ષના ચરણોમાં ગીરવે મૂકી દીધી છે."

ગુજરાત કોંગ્રેસે જાહેર કર્યા ચોંકાવનારા આંકડા 

ગુજરાત કોંગ્રેસે સોશિયલ મીડિયા પર જિલ્લાવાર ડેટા જાહેર કરીને આરોપ લગાવ્યો છે કે ભાજપે ચૂંટણી ચોરીના મોડેલને નેક્સ્ટ લેવલ પર પહોંચાડ્યું છે.

15 January સુધી માત્ર થોડા જ વાંધા હતા.

18 January (અંતિમ તારીખ) આવતા જ અચાનક લાખોની સંખ્યામાં ફોર્મ 7 (મતદારનું નામ કમી કરવા માટેનું ફોર્મ) ભરાયા.

કુલ 1.2 Million (12 લાખ) જેટલા વાંધા દાખલ થયા છે, જેમાં એક જ વ્યક્તિના નામે ડઝનબંધ અરજીઓ કરવામાં આવી છે.

ટાર્ગેટ કિલિંગ જેવું ષડયંત્ર? 

કોંગ્રેસનો આરોપ છે કે ચોક્કસ જાતિઓ, વર્ગો અને કોંગ્રેસ સમર્થક બૂથોને ટાર્ગેટ કરીને નિયમોનો ભંગ કરવામાં આવ્યો છે. જ્યારે મુખ્ય વિપક્ષી પાર્ટીએ આ અંગે પત્ર લખીને માહિતી માંગી, ત્યારે ચૂંટણી પંચે કોઈ જવાબ આપ્યો ન હતો. કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી છે કે તેઓ ભારતના નાગરિકોના બંધારણીય અધિકારો સાથે છેડછાડ થવા દેશે નહીં અને આ માટે સડકથી લઈને સંસદ સુધી લડત ચલાવશે.