નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એકવાર ફરીથી મોદી સરકારને આડેહાથે લીધી છે. તેમને રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને વડાપ્રધાનની યાત્રા માટે સ્પેશ્યલ રીતે નિર્મિત બી777 વિમાનને લઇને નિશાન સાધ્યુ છે. રાહુલ ગાંધીએ પંજાબના નૂરપુરમાં કહ્યું, એક બાજુ, પીએમ મોદી 8000 કરોડ રૂપિયાના બે વિમાન ખરીદે છે, બીજીબાજુ, ચીન આપણી સીમાઓ પર છે, અને આપણા સુરક્ષાદળો આપણી સીમાઓની રક્ષા માટે ભારે ઠંડીનો સામનો કરી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે એલએસી પર છેલ્લા પાંચ મહિનાથી તણાવ છે, બન્ને બાજુ મોટી સંખ્યામાં જવાનો તૈનાત કરાયા છે.

બી777 વિમાન ગુરુવારે અમેરિકાથી ભારત પહોંચ્યુ છે. વિમાન જુલાઇમાં જ વિમાન નિર્માતા કંપની બૉઇંગ દ્વાર એર ઇન્ડિયાને સોંપવામાં આવવાનુ હતુ, પરંતુ બે વાર આમાં મોડુ થયુ, પહેલીવાર કૉવિડ-19 મહામારીના કારણે મોડુ થયુ, તો પછી ટેકનિકલી કારણોના કારણે આમાં થોડાક અઠવાડિયા મોડુ થયુ હતુ.

વીવીઆઇપીની યાત્રા માટે એક ખાસ સ્પેશ્યલ રીતે નિર્મિત બી777 વિમાન બાદમાં બૉઇંગ દ્વારા મળવાની સંભાવના છે. આ બન્ને વિમાનો 2018માં થોડાક મહિના માટે એર ઇન્ડિયાના વાણિજ્યિક બેડાનો ભાગ હતા, જેને ફરીથી વીવીઆઇપી યાત્રા માટે સ્પેશ્યલ રીતે પુનનિર્મિત કરવા માટે બૉઇંગ મોકલી દેવામાં આવ્યા.

અધિકારીઓએ જણાવ્યુ કે બન્ને વિમાનોની ખરીદી અને તેના પુનનિર્માણનો કુલ ખર્ચ લગભગ 8400 કરોડ રૂપિયા આંકવામાં આવ્યો છે. બી777 વિમાનમાં અત્યાધુનિક મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ હશે, જેને લાર્જ એરક્રાફ્ટ ઇન્ફ્રારેડ કાઉન્ટરમેજર્સ અને સેલ્ફ-પ્રૉટેક્શન સૂટ્સ (એસપીએસ) કહેવામાં આવે છે.

વીવીઆઇપીની યાત્રા દરમિયાન બન્ને બી777 વિમાનને એર ઇન્ડિયાના પાયલટ નહીં પરંતુ ભારતીય વાયુ સેનાના પાયલટ ઉડાવશે. વર્તમાનમાં રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને વડાપ્રધાન એર ઇન્ડિયાના બી747 વિમાનોથી યાત્રા કરે છે.

કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ

કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ