Epstein Files: ‘હું એપ્સ્ટેઈનને 3-4 વખત મળ્યો હતો પણ...’; રાહુલ ગાંધીના પ્રહારો પર હરદીપ પુરીનો પલટવાર
લોકસભામાં ગરમાગરમ ચર્ચા: રાહુલ ગાંધીએ એપ્સ્ટેઈન ફાઈલ્સમાં અનિલ અંબાણી અને હરદીપ પુરીના નામ હોવાનો દાવો કર્યો; કેન્દ્રીય મંત્રીએ વર્ષ 2009ની રાજદ્વારી મુલાકાતનું સત્ય જણાવી આક્ષેપો ફગાવ્યા.

Epstein Files: બુધવારે (11 February, 2026) ના રોજ લોકસભામાં 'બજેટ સત્ર' (Budget Session) દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ કુખ્યાત અમેરિકન અપરાધી જેફરી એપ્સ્ટેઈન (Jeffrey Epstein) ની ફાઈલોનો ઉલ્લેખ કરીને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે આ ફાઈલોમાં કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી અને ઉદ્યોગપતિ અનિલ અંબાણીના નામ શામેલ છે, જેના જવાબમાં હરદીપ પુરીએ સ્વીકાર્યું હતું કે તેઓ એપ્સ્ટેઈનને મળ્યા હતા પરંતુ તે મુલાકાત સંપૂર્ણપણે સત્તાવાર 'રાજદ્વારી મિશન' (Diplomatic Mission) નો ભાગ હતી.
એપ્સ્ટેઈન ફાઇલો અંગે રાહુલ ગાંધીના વેધક સવાલો
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ સંસદમાં આક્ષેપ કરતા કહ્યું કે, "યુએસ ન્યાય વિભાગ પાસે ઉપલબ્ધ એપ્સ્ટેઈન ફાઇલોમાં હરદીપ પુરી અને અનિલ અંબાણીના નામ હોવા છતાં તપાસ કેમ નથી થતી? અનિલ અંબાણીને જેફરી એપ્સ્ટેઈન સાથે કોણે મેળવ્યા હતા તે હરદીપ પુરી સારી રીતે જાણે છે." રાહુલ ગાંધીએ વધુમાં ઉમેર્યું કે આ ફાઈલો ગંભીર 'જાતીય અપરાધો' (Sex Crimes) સાથે જોડાયેલી છે અને તેમાં ભારતીય હિતોના નામ હોવા તે ચિંતાનો વિષય છે.
#WATCH | On Lok Sabha LoP Rahul Gandhi's speech in the House, Union Minister Hardeep Singh Puri says, "...Epstein Files, the Yuva Neta should know, are about wrongdoing, criminal offences. The Epstein Files are about charges that he had an island where he used to take people to… pic.twitter.com/v8jnqpR6kA
— ANI (@ANI) February 11, 2026
હરદીપ પુરીની સ્પષ્ટતા: "મુલાકાત 2009માં થઈ હતી"
રાહુલ ગાંધીના પાયાવિહોણા આરોપોનો પલટવાર કરતા કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ જણાવ્યું કે, તેઓ જેફરી એપ્સ્ટેઈનને મળ્યા હતા, પરંતુ આ મુલાકાત વર્ષ 2009 માં થઈ હતી જ્યારે તેઓ અમેરિકામાં ભારતના રાજદૂત હતા. તેમણે સ્પષ્ટ કર્યું કે તે સમયે તેઓ 'ઇન્ટરનેશનલ પીસ ઇન્સ્ટિટ્યૂટ' (International Peace Institute - IPI) ના પ્રતિનિધિમંડળના સભ્ય તરીકે મુલાકાતે ગયા હતા. પુરીએ જણાવ્યું કે, "આ કોઈ ખાનગી મુલાકાત નહોતી. જાહેરમાં ઉપલબ્ધ 3 Million ઈમેઈલ્સમાં તેની વિગતો છે. મુલાકાતના આઠ વર્ષ પછી હું મંત્રી બન્યો હતો."
"આરોપો લગાવવાની આદત છે": કેન્દ્રીય મંત્રી
હરદીપ પુરીએ રાહુલ ગાંધીને આડે હાથે લેતા કહ્યું કે એપ્સ્ટેઈન ફાઈલો તેના વ્યક્તિગત 'દુષ્કૃત્યો' (Misdeeds) અને ફોજદારી કેસો સાથે જોડાયેલી છે, જેની સાથે મારી વાતચીતને કોઈ લેવાદેવા નથી. વધુમાં તેમણે જણાવ્યું કે, નવેમ્બર 2014 માં જ્યારે તેઓ મંત્રી નહોતા, ત્યારે લિંક્ડઇન (LinkedIn) ના સ્થાપક રીડ હોફમેન સાથેની બેઠક માટે એપ્સ્ટેઈનના એક સંપર્કે લિંક પૂરી પાડી હતી. તેમણે ભારપૂર્વક કહ્યું કે રાહુલ ગાંધી તથ્યો જાણ્યા વગર માત્ર રાજકીય હેતુ માટે પાયાવિહોણા આક્ષેપો કરવાની આદત ધરાવે છે.























