નવી દિલ્હીઃ ત્રણ કૃષિ કાયદાઓ વિરુદ્ધ ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે. પ્રદર્શનકારી હાલના દિવસોમાં દિલ્હીના જંતર મંતર પર સાંકેતિક ‘ખેડૂત સંસદ’ ચલાવી રહ્યા છે. આ વચ્ચે આજે કોગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને અન્ય વિપક્ષી દળોના નેતા ખેડૂતો પ્રત્યે એકતા બતાવવા માટે જંતર મંતર પહોંચ્યા હતા.



 



ત્યારબાદ રાહુલ ગાંધીએ ફોટા સાથે કવિતા ટ્વિટર પર શેર કરી હતી. કવિતા મારફતે તેમણે વડાપ્રધાન મોદીએ નિશાન પર લીધું અને પોતે ખેડૂતોની સાથે હોવાનું કહ્યું છે. સંસદથી ખેડૂતોના સમર્થન કરવા પહોંચનારા નેતાઓમાં રાહુલ ગાંધી, રાજ્યસભાના નેતા વિપક્ષ મલ્લિકાર્જુન ખડગે, લોકસભામાં કોગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી, કોગ્રેસના સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ, શિવસેનાના સંજય રાઉત, રાજદના મનોજ ઝા, માકપાના વિનય વિશ્વમ, સમાજવાદી પાર્ટીના એસટી હસન અને અન્ય વિપક્ષી નેતા સામેલ હતા.


કોગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે કેન્દ્ર સરકારે ત્રણેય કૃષિ કાયદાઓને રદ કરવા જોઇએ. તેના પર ચર્ચાથી કામ નહી ચાલે. કોગ્રેસ નેતાએ કહ્યું કે સંસદમાં શું થઇ રહ્યું છે એ તમે જાણો છો. સંસદમાં અમે પેગાસસ પર ચર્ચા કરવા માંગીએ છીએ પરંતુ તેના પર ચર્ચા થઇ રહી નથી. રાહુલે કહ્યું કે, નરેન્દ્ર મોદીએ દેશમાં તમામના ફોનમાં પેગાસસ ભરી દીધું છે. વિપક્ષના આ પ્રદર્શનમા મમતા  બેનર્જીના તૃણમુલ કોગ્રેસ, માયાવતીની બીએમસી અને દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ સામેલ થયા નહોતા.


જંતર મંતર પર વિપક્ષી સાંસદો ખેડૂતોના સમર્થનમાં Save farmers, Save India નારા લગાવ્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે, આજે તમામ વિપક્ષ દળો કાળા કાયદાના વિરોધમાં પોતાનું સમર્થન આપવા અહી પહોંચ્યા છે. બસ મારફતે તમામ નેતાઓ જંતર મંતર પહોંચ્યા હતા. બસમાં સાંસદોએ કૃષિ કાયદાઓ અને પેગાસસને લઇને કાળો કાયદો રદ કરો, પેગાસસ પર તપાસ કરોના નારા લગાવ્યા હતા..