Rahul Gandhi દ્વારા કેન્દ્રની ભાજપ સરકાર અને ખાસ કરીને PM મોદી અને RSS પર આડકતરા પ્રહારો કરવાની સાથે સાથે એક ભવિષ્યવાણી પણ કરી દેવામાં આવી છે. બોલબચ્ચનએ નેતાઓનું સ્વભાવ ગત લક્ષણ હોય છે. પણ આહીં વાત કરવામાં આવી હતી, લોકસભાના વિરોધ પક્ષનાં નેતા અને કોંગ્રેસનાં રાયબરેલીનાં સાંસદ થતા લોકસભા ચૂંટણી પૂર્વે ભારત જોડો યાત્રાનાં નેજા હેઠળ હજારો કિલોમીટર ચાલી પરિપક્વ રાજકારણીનાં બિબામાં ઢળ્યા હોવાની છાપ છોડનાર રાહુલ ગાંઘી દ્વારા. અને વાત કરવામાં આવી રહી હતી PM મોદી અને RSS તેમજ ભાજપ માટે. રાહુલ ગાંધી સંસદમાં આ રાજ્યની વિધાનસભા ચૂંટણીને લઈને ભવિષ્યવાણી કરતા કહેવામાં આવ્યું હતું કે કહ્યું 'તમે લખીને લઈ લો...' કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સીધું જ કહ્યું કે, "હું ભાજપ અને આરએસએસને કહેવા માંગુ છું કે અમે ભારતની કલ્પનાને બચાવવા માટે કયા વિચારોનો ઉપયોગ કર્યો છે." આ કહેવાનાં સંદર્ભમાં રાહુલનાં હાથમાં ધાર્મિક છબી પણ હતી. જો કે, સ્પીકર દ્વાર તરતજ છબીને અપ્રદર્શીત કરવામાં કહેવામાં આવ્યું હતું. 


સંસદ સત્ર 2024 હાલમાં ચાલી રહ્યું છે અને સંસદનાં સત્રમાં કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધીએ ગુજરાત વિધાનસભા ચૂંટણી વિશેની ભવિષ્યવાણી કરતા પીએમ નરેન્દ્ર મોદીને સીધુ જ કહ્યું હતું કે 'તમે લખીને લઇ લો...', ગુજરાતની વિધાનસભા ચૂંટણીઓમાં આ વખતે કોંગ્રેસ જ સત્તામાં આવશે. ઉલ્લેખનીય છે કે,  વિપક્ષના નેતા રાહુલ ગાંધી સોમવારે (1 જુલાઈ) લોકસભામાં તેમના પ્રથમ ભાષણમાં આક્રમક સ્થિતિમાં દેખાયા હતા. આ દરમિયાન રાહુલ ગાંધીએ NEET થી લઈને ધર્મ સુધીના મુદ્દા ઉઠાવ્યા અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા. તેમણે રાજ્યોમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઈને મોદી સરકારને ખુલ્લો પડકાર ફેંક્યો હતો.  વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ લોકસભામાં નિવેદન આપતાં દાવો કર્યો હતો કે ગુજરાતમાં યોજાનારી આગામી વિધાનસભાની ચૂંટણીમાં માત્ર ઈન્ડિયા એલાયન્સ જ જીતશે. તમે તેને લેખિતમાં લઈ લો, વિપક્ષી ઇન્ડી ગઠબંધન ગુજરાતમાં ભાજપને હારવા જઈ રહ્યું છે.


રાહુલ ગાંધીએ પીએમ મોદીને ખુલ્લો પડકાર આપ્યો
વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું, "કોઈપણ નાના વેપારીને પૂછો કે ડિમોનેટાઈઝેશન શા માટે કરવામાં આવ્યું?" તેઓ કહેશે કે આ બધું અબજોપતિઓની મદદ માટે કરવામાં આવ્યું હતું. હું ગુજરાત ગયો અને ત્યાં મેં કાપડના માલિક સાથે વાત કરી, તેમને પૂછ્યું કે ડિમોનેટાઇઝેશન કેમ થયું અને GST કેમ થયું, તેમણે સ્પષ્ટ કહ્યું કે GST અબજોપતિઓને મદદ કરવા માટે લાવવામાં આવ્યો હતો, કારણ કે નરેન્દ્ર મોદી અબજોપતિઓ માટે કામ કરે છે. હું ગુજરાતમાં વારંવાર જાતો રહું છું અને આ વખતે હું તમને(ભાજપ)ને ગુજરાતમાં હરાવીશ. તમે આ લેખિતમાં લેવા માગતા હોય તો લઈ લો... હું લેખિતમાં દેવા માટે તૈયાર છું. વિપક્ષ ઇન્ડીયા ગઠબંધન તમને ગુજરાતમાં હરાવવા જઈ રહ્યું છે.


રાહુલ ગાંધીએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા
વિપક્ષના નેતા રાહુલ ગાંધીના આ દાવા બાદ સત્તાધારી પક્ષ તરફથી જોરથી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું, "હું બીજેપી અને આરએસએસને કહેવા માંગુ છું કે અમે ભારતની સંકલ્પનાને બચાવવા માટે કયા વિચારોનો ઉપયોગ કર્યો છે અને શિવજી કહે છે." ડરશો, ડરશો નહીં.