નવી દિલ્લીઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) વિરુદ્ધ આપેલા નિવેદન મામલે ગુરુવારે કૉંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પોતાની કિસાન યાત્રા અધવચ્ચે છોડીને ગુવહાટી કોર્ટમાં હાજર થયા હતા. હાજર થયા બાદ કોર્ટે કૉંગ્રેસના ઉપાધ્યક્ષને 50 હજાર રૂપિયાના બૉન્ડ ભરવાનો આદેશ આપ્યો હતો. RSS માનહાની મામલા પર રાહુલ ગાંધીએ કહ્યું કે, મને ગરીબ અને જરૂરત મંદ લોકોથી દૂર કરવા માટે કેસ દાખલ કરવામા આવ્યો છે. મારી લડાઇ કિસાનો ,મજદૂરો બેરોજગાર અને ગરીબો માટે છે, જે આગળ પણ ચાલુ રહેશે.
RSS વિચારધારા વિરુદ્ધ લડાઇ ચાલુ રહેશે.
રાહુલ ગાંધીએ કહ્યું કે, RSS અને એવી બીજી સંસ્થા જે દેશને વહેંચાવાનું કામ કરી રહ્યા છે. તેમની વિચારધાર વિરુદ્ધ મારી લડાઇ ચાલુ રહેશે. હું આ કેસોથી બિલકુલ ડરતો નથી. હું ખુશ છું. એ લોકોને જેટલા કેસ દાખલ કરવા હોય તેટલા કરવા દો. હું દેશની લડાઇ માટે લડાઇ ચાલુ રાખીશ