મીડિયામાં નિવેદન કરનારા કોંગ્રેસ નેતાઓને કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ ગર્ભિત ચીમકી આપી છે. રાહુલ ગાંધીએ કહ્યું કે મીડિયામાં નિવેદન કરનાર લોકો કોંગ્રેસને નુકશાન પહોચાડે છે. કોંગ્રેસ પક્ષ આવી બાબત બિલકુલ નહિ ચલાવે. તેમણે કહ્યું કે આપણે એક પરિવાર છીએ, પરિવારમાં વિચારો અલગ હોય શકે. આપણો પરિવાર RSSનો નથી કે, કોઈ એક વ્યક્તિ નિર્ણય કરે.  રાહુલ ગાંધીએ કહ્યું કે કોઈ તકલીફ છે તો આવો ચર્ચા કરીએ, એક પરિવારની જેમ બંધ બારણે ચર્ચા થશે.  પણ મીડિયામાં ચર્ચા કરનારને નહિ ચલાવી લેવાય. આજે તેલંગાણા પ્રદેશ કોંગ્રેસને સંબોધિત કરતા રાહુલ ગાંધીએ એવા નેતાઓને સામે ચીમકી  ઉચ્ચારી છે જેઓ મીડિયામાં નિવેદનો કરે છે. 


કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આ દિવસોમાં તેલંગાણાના પ્રવાસે છે. તેમણે કોંગ્રેસના બળવાખોર નેતાઓને કડક ચેતવણી આપી છે. રાહુલે કહ્યું કે પાર્ટીની છબી ખરાબ કરનારાઓને સહન કરવામાં આવશે નહીં. કોંગ્રેસ એક પરિવાર છે અને પરિવારમાં અલગ અલગ મત છે. આપણી પાસે RSS જેવું નથી કે જ્યાં એક માણસ બધું નક્કી કરે. રાહુલ ગાંધીએ કહ્યું કે અમે દરેકનો અવાજ સાંભળવા માંગીએ છીએ. પરંતુ જાહેર મંચમાં નહીં. જો કોઈને ફરિયાદ હોય, તો આંતરિક સિસ્ટમનો ઉપયોગ કરો. મીડિયામાં નિવેદનો કરીને પક્ષની છબી ખરાબ ન કરો. આ સાથે જ  રાહુલ ગાંધીએ સ્પષ્ટ કર્યું કે તેઓ તેલંગાણામાં સત્તારૂઢ ટીઆરએસ સાથે કોઈ ગઠબંધન કરશે નહીં.


ઉલ્લેખનીય છે કે, પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામો બાદ કોંગ્રેસમાં ખળભળાટ મચી ગયો છે. સંગઠનના નેતૃત્વને લઈને પક્ષમાં બે જૂથો સર્જાયા છે. એક વર્ગ પાર્ટી નેતૃત્વ એટલે કે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે ઊભો છે જ્યારે બીજો જૂથ ઈચ્છે છે કે કોંગ્રેસને ગાંધી પરિવારમાંથી મુક્ત કરવામાં આવે અને પાર્ટીનું નેતૃત્વ હવે બિન-કોંગ્રેસીના હાથમાં જાય.