શોધખોળ કરો

રાહુલ ગાંધીએ ઇન્ડિયા ગઠબંધનના નેતાઓને ચૂંટણી પંચ વિરુદ્ધ 'પુરાવા' બતાવ્યા, ડિનર પોલિટિક્સથી આ મુદ્દાઓ પર બની સહમતિ

લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ 2024ની લોકસભા ચૂંટણીમાં કથિત ચૂંટણી ગોટાળા અંગે વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ સાથે ગંભીર ચર્ચા કરી હતી.

Rahul Gandhi: લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ 2024ની લોકસભા ચૂંટણીમાં કથિત ચૂંટણી ગોટાળા અંગે વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ સાથે ગંભીર ચર્ચા કરી હતી. આ હેતુ માટે મંગળવારે રાત્રે રાહુલ ગાંધીના નિવાસસ્થાને એક ખાસ રાત્રિભોજન મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઇન્ડિયા બ્લોકના લગભગ 25 પક્ષોના 50 થી વધુ નેતાઓએ ભાગ લીધો હતો.

કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુ (હિમાચલ), સિદ્ધારમૈયા (કર્ણાટક) અને રેવંત રેડ્ડી (તેલંગાણા) પણ બેઠકમાં હાજર રહ્યા હતા. આ અનૌપચારિક બેઠકમાં, રાહુલ ગાંધીએ વિપક્ષી નેતાઓને વિગતવાર રજૂઆત દ્વારા જણાવ્યું કે મતદાન પ્રક્રિયામાં કેવી રીતે ગોટાળા થયા.

'મતદાર યાદીમાં મોટા પાયે નકલી નામો'

આસામ કોંગ્રેસના પ્રમુખ ગૌરવ ગોગોઈએ કહ્યું કે રાહુલ ગાંધીએ મતદાર યાદીમાં સમાવિષ્ટ નકલી નામોના ઉદાહરણો રજૂ કર્યા. તેમણે કહ્યું, "આજે રાહુલજીએ પુરાવા સાથે જણાવ્યું કે મતદાનમાં કેવી રીતે ગોટાળા થયા. ઘણા નેતાઓના આ અંગે પ્રશ્નો હતા, જેના પર વિગતવાર ચર્ચા પણ કરવામાં આવી હતી." તેમણે એમ પણ કહ્યું કે આ બેઠક ઔપચારિક નહોતી પરંતુ સાથે ભોજન કરતી વખતે મુદ્દાઓ પર ચર્ચા કરવાનું માધ્યમ હતું, જેમાં નેતાઓએ ખુલ્લેઆમ પોતાના વિચારો વ્યક્ત કર્યા.

11 ઓગસ્ટે ચૂંટણી પંચ તરફ કૂચ કરવાનો નિર્ણય

બેઠક બાદ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો કે ઈન્ડિયા ગઠબંધનના તમામ નેતાઓ 11 ઓગસ્ટે ચૂંટણી પંચ તરફ કૂચ કરશે. આ કૂચ ચૂંટણીમાં ગોટાળા સામે સંયુક્ત વિરોધ હશે.

રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર ગંભીર આરોપો લગાવ્યા

આજે કોંગ્રેસ મુખ્યાલયમાં એક પત્રકાર પરિષદને સંબોધતા રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર ભાજપની તરફેણમાં કામ કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી 33 હજારથી ઓછા મતોના માર્જિનથી 25 લોકસભા બેઠકો જીતીને સત્તામાં છે.

કર્ણાટકમાં બેંગલુરુ સેન્ટ્રલ બેઠકનું ઉદાહરણ આપતા રાહુલ ગાંધીએ કહ્યું કે મહાદેવપુરા વિધાનસભા ક્ષેત્રમાં 1 લાખથી વધુ નકલી મતો બનાવવામાં આવ્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે આવી ગોટાળાથી પરિણામો પર અસર પડી અને કોંગ્રેસ અપેક્ષિત જીતથી વંચિત રહી.

આ પક્ષો સામેલ હતા 

આ મહત્વપૂર્ણ બેઠકમાં સામેલ પક્ષોની યાદી નીચે મુજબ છે: કોંગ્રેસ, નેશનલ કોન્ફરન્સ (NC), PDP, RLP, SP, RJD, VIP, CPI, CPM, CPI(ML), ફોરવર્ડ બ્લોક (FB), JMM, તૃણમૂલ કોંગ્રેસ, NCP (શરદ પવાર જૂથ), શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ), DMK, VCK, RSP, IUML, કેરળ કોંગ્રેસ (M), K કોંગ્રેસ (J), MNM, MDMK, KMDK અને PWK. 

ટોપ સ્ટોરી

Weather update: દેશના 15 રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Weather update: દેશના 15 રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
ઇંડિગોની ફ્લાઇટ પર વીજળી પડી, પ્લેનનો આગળનો ભાગ ક્ષતિગ્રસ્ત, 104 પ્રવાસી હતા સવાર
ઇંડિગોની ફ્લાઇટ પર વીજળી પડી, પ્લેનનો આગળનો ભાગ ક્ષતિગ્રસ્ત, 104 પ્રવાસી હતા સવાર
મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ આજે દેશભરમાં પ્રદર્શન, રાજીનામાની માંગ પર અડગ વિપક્ષ
મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ આજે દેશભરમાં પ્રદર્શન, રાજીનામાની માંગ પર અડગ વિપક્ષ
લોનધારકો તૈયાર રહેજો! ડિસેમ્બરમાં રેપો રેટ વધીને 6% થવાની શક્યતા, SBI રિપોર્ટમાં મોટો ધડાકો
લોનધારકો તૈયાર રહેજો! ડિસેમ્બરમાં રેપો રેટ વધીને 6% થવાની શક્યતા, SBI રિપોર્ટમાં મોટો ધડાકો

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Post Office ની ગજબ સ્કીમ, એક વખત રોકાણ અને વ્યાજથી ₹450000 ની કમાણી, સમજો ગણિત
Post Office ની ગજબ સ્કીમ, એક વખત રોકાણ અને વ્યાજથી ₹450000 ની કમાણી, સમજો ગણિત
Surya Nakshatra Gochar: દિવાળી પહેલા 4 રાશિઓની ચમકશે કિસ્મત, સૂર્ય ગોચરથી ધનલાભના યોગ 
Surya Nakshatra Gochar: દિવાળી પહેલા 4 રાશિઓની ચમકશે કિસ્મત, સૂર્ય ગોચરથી ધનલાભના યોગ 
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
Tata Motors: ઈલેક્ટ્રીક કારોમાં બમ્પર ઓફર, મળી રહ્યું છે 2.75 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ
Tata Motors: ઈલેક્ટ્રીક કારોમાં બમ્પર ઓફર, મળી રહ્યું છે 2.75 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ
1 લાખ લોકોની જશે નોકરી, જાણો હવે કઈ મોટી કંપનીએ છટણીનો લીધો નિર્ણય?
1 લાખ લોકોની જશે નોકરી, જાણો હવે કઈ મોટી કંપનીએ છટણીનો લીધો નિર્ણય?
Embed widget