નવી દિલ્હી: કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધી સતત કેન્દ્ર સરકાર પર પ્રહાર કરી રહ્યાં છે. આજે તેમણે ફરી સરકારને કોરોના વાયરસ મહામારીને લઈ ઘેરી છે. તેમણે સરકાર પર હેલ્થ વર્કર્સના અપમાન કરવાનો આરોપ લગાવ્યો છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કરી કે, “પ્રતિકૂળ ડેડા-મુક્ત મોદી સરકાર ! થાળી વગડાવા, દીવા સળગાવા કરતા વધારે જરૂરી છે તેમની સુરક્ષા અને સન્માન. મોદી સરકાર, કોરોના વૉરિયરનું આટલું બધુ અપમાન શા માટે ?”

રાહુલ ગાંધીએ આ ટ્વીટ સરકારે સંસદમાં આપેલા તે લેખિતિ જવાબ બાદ કર્યું છે, જેમાં કોરોના વાયરસથી સંક્રમિત થનારા અને જીવ ગુમાવનાર હેલ્થ વર્કર્સના ડેટા ન હોવાનું જણાવું હતું. પોતાના ટ્વીટ સાથે રાહુલ ગાંધીએ એક રિપોર્ટની લિંક પણ શેર કરી છે.


આ પહેલા ગુરુવારે રાહુલ ગાંધીએ રોજગારીને લઈને સરકાર પર પ્રહાર કર્યા હતા. નોકરી સંબંધિત આંકડા શેર કરીને રાહુલે ટ્વીટ કરી હતી કે, “આ જ કારણ છે કે દેશનો યુવાન આજે રાષ્ટ્રીય બેરોજગારી દિવસ મનાવવા માટે મજબૂર છે. રોજગાર સન્માન છે. સરકાર ક્યાં સુધી આ સન્માન આપવાથી પાછળ ખસતી રહેશે.”