Rajasthan News: રાહુલ ગાંધી સહિત 25 સાંસદોને ગોળી મારવાની ધમકી; પોલીસ એક્શનમાં
Rajasthan News: રાજસ્થાનની કોટા પોલીસે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીને મળેલી ધમકીની ગંભીર નોંધ લીધી છે અને આરોપી રાજ સિંહ અમેરાની અટકાયત કરી છે.
Rajasthan News: લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી સહિત 25 સાંસદોને ગોળી મારવાની ધમકી આપનાર રાજ સિંહ આમેરાની પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા અટકાયત કરી છે. કોટા શહેર પોલીસે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં આપવામાં આવેલી ધમકીની ગંભીરતાથી નોંધ લઈને આરોપીને કસ્ટડીમાં લીધો છે. કોટા શહેરના એસપી તેજસ્વિની ગૌતમ દ્વારા જારી કરવામાં આવેલા સંદેશમાં કહેવામાં આવ્યું છે કે આ મામલે કાયદાકીય કાર્યવાહી ચાલી રહી છે. કાયદો સર્વોપરી છે અને કાયદો હાથમાં લેવાનો પ્રયાસ કરનાર સામે કડક કાર્યવાહી નક્કી છે.
अपडेट: धमकी भरा वायरल वीडियो प्रकरण।
— Kota City Police (@KotaPolice) February 19, 2026
सोशल मीडिया पर वायरल वीडियो में दी गई धमकी को गंभीरतापूर्वक संज्ञान लेते हुए कोटा शहर पुलिस ने त्वरित कार्रवाई कर आरोपी को डिटेन कर लिया है। pic.twitter.com/2DQ8jVHcS1
કરણી સેનાએ કહ્યું- અમારો કોઈ સંબંધ નથી
વીડિયોમાં રાજ સિંહ આમેરાએ પોતાને કરણી સેનાના કોટા વિભાગના પ્રભારી ગણાવ્યા હતા. બીજી તરફ, કરણી સેનાએ સ્પષ્ટતા કરતા કહ્યું છે કે, "આની સાથે અમારો કોઈ સંબંધ નથી." હાલમાં જે એકાઉન્ટ પરથી ધમકી આપવામાં આવી હતી તે બંધ કરી દેવામાં આવ્યું છે. આમેરા કોટાનો રહેવાસી છે અને તેણે ઇન્સ્ટાગ્રામ પર આ પોસ્ટ મૂકીને ધમકી આપી હતી.
BJP-RSS ની કટ્ટર વૈચારિક ઉગ્રતાનું મોડલ: ડોટાસરા
રાજસ્થાન કોંગ્રેસના પ્રમુખ ગોવિંદ સિંહ ડોટાસરાએ જણાવ્યું હતું કે, "લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને જાહેરમાં હત્યાની ધમકી આપવામાં આવી રહી છે, આ RSS ની એ જ ઝેરી માનસિકતા છે જેણે ક્યારેક નથુરામ ગોડસેને જન્મ આપ્યો હતો. આ ભાજપ-આરએસએસની કટ્ટર વૈચારિક ઉગ્રતાનું મોડલ છે, જ્યાં અસંમતિ અને વિરોધને 'રાષ્ટ્ર-વિરોધી' ગણાવીને પહેલા વાતાવરણ બનાવવામાં આવે છે અને અંતે હિંસા માટે જમીન તૈયાર કરવામાં આવે છે."
'આ દેશ ગોડસેની વિચારધારા પર નહીં, ગાંધીના માર્ગ પર ચાલશે'
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, "બંધારણીય પદ પર બેઠેલા વિપક્ષી નેતા રાહુલ જી કરોડો ભારતીયોના હક અને ન્યાયનો અવાજ છે. પરંતુ નવાઈની વાત એ છે કે તેમને જાનથી મારી નાખવાની ધમકી આપનારા અને કાવતરું ઘડનારા ઉગ્ર સંગઠનોના નેતાઓ અને કાર્યકરો છૂટા ફરી રહ્યા છે. આખરે આવા લોકો સામે ક્યારે કાર્યવાહી થશે? ભાજપ-આરએસએસ ગમે તેટલું ઝેર ઘોળે, પણ આ દેશ ગોડસેની વિચારધારા પર નહીં, પરંતુ ગાંધીના માર્ગ પર ચાલશે."























