Rahul Gandhi In Kedarnath: કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી પાંચ રાજ્યોમાં મતદાન પહેલા ઉત્તરાખંડના પ્રવાસે છે. કેદારનાથ ધામમાં પ્રાર્થના કર્યા બાદ તેમણે લોકો સાથે સમય વિતાવ્યો અને ચાની પણ મજા લીધી હતી. આ દરમિયાન તેમ લોકોને પોતાના હાથે ચા પીવડાવી હતી. કોંગ્રેસ પાર્ટીએ તેને ‘ચા સેવા’ નામ આપ્યું છે. આ પહેલા તેઓ રવિવારે (05 નવેમ્બર) કેદારનાથ ધામ પહોંચ્યા હતા.






રાહુલ ગાંધી ત્રણ દિવસના પ્રવાસે ઉત્તરાખંડ પહોંચ્યા છે. તેઓ બપોરે હેલિકોપ્ટર દ્વારા કેદારનાથ પહોંચ્યા હતા જ્યાં કોંગ્રેસના નેતાઓ તેમજ કેદાર સભાના અધ્યક્ષ રાજકુમાર તિવારીએ તેમનું સ્વાગત કર્યું હતું. આ દરમિયાન ગાંધીએ કેદારનાથના દર્શન કરવા આવેલા ભક્તોને પણ ઉષ્માપૂર્વક મળ્યા હતા. તિવારીએ કહ્યું કે ગાંધી ધાર્મિક યાત્રા પર કેદારનાથ આવ્યા છે.  


રાહુલ ગાંધીની અંગત મુલાકાત






તેમણે જણાવ્યું કે રાહુલ ગાંધીએ ભગવાન કેદારનાથની સાંજની આરતીમાં ભાગ લીધો હતો. આ પહેલા રાહુલ ગાંધી નવી દિલ્હીથી દેહરાદૂન એરપોર્ટ પહોંચ્યા હતા અને ત્યાંથી સીધા હેલિકોપ્ટર દ્વારા કેદારનાથ જવા રવાના થયા હતા. ફેસબુક પર એક પોસ્ટમાં કેદારનાથ મંદિરની પોતાની તસવીરો શેર કરતા રાહુલ ગાંધીએ કહ્યું, “આજે મેં ઉત્તરાખંડમાં કેદારનાથ ધામની મુલાકાત લીધી અને દર્શન અને પૂજા કરી. હર હર મહાદેવ.''






કોંગ્રેસના સૂત્રોએ કહ્યું કે આ રાહુલ ગાંધીનો સંપૂર્ણ રીતે વ્યક્તિગત અને આધ્યાત્મિક કાર્યક્રમ છે. કેદારનાથમાં તેમનો ત્રણ દિવસનો કાર્યક્રમ છે. રાહુલ ગાંધી પાંચ વિધાનસભા ચૂંટણી માટે સતત પ્રચાર કરી રહ્યા છે અને થોડા દિવસનો બ્રેક લઇને ઉત્તરાખંડ પહોંચ્યા હતા.           


રાજસ્થાનમાં 25 નવેમ્બરે વિધાનસભાની ચૂંટણી છે. જેને લઈને કોંગ્રેસ અને ભાજપ દ્વારા ચૂંટણીની તૈયારીઓ કરવામાં આવી છે. કોંગ્રેસે રવિવારે 21 ઉમેદવારો સાથે 7મી યાદી બહાર પાડી છે. પાર્ટીએ શાંતિ ધારીવાલને પણ ટિકિટ આપી છે. પાર્ટીએ કોટા નોર્થથી શાંતિ ધારીવાલને ટિકિટ આપી છે.