રાહુલ ગાંધીએ દેશમાં એક મોટા
‘મોટું તોફાન આવી રહ્યું છે!’ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા અને મોદીના પ્રવાસ પર રાહુલ ગાંધીની મોટી ચેતવણી!
Rahul Gandhi economic storm: કોંગ્રેસ નેતાઓએ સરકારની આર્થિક નીતિઓને સામાન્ય જનતા વિરોધી ગણાવી; મધ્યમ વર્ગ, ખેડૂતો અને નાના વેપારીઓને સૌથી વધુ નુકસાન થવાની ચેતવણી.

- પેટ્રોલ-ડીઝલના ભાવ વધતાં રાહુલ ગાંધીએ આર્થિક તોફાનની ચેતવણી આપી.
- તેમણે કહ્યું, સરકારની નીતિઓ અદાણી-અંબાણીને ફાયદો કરાવે છે.
- રાહુલ ગાંધીએ પીએમ મોદીના વિદેશ પ્રવાસો અને આર્થિક નીતિઓની ટીકા કરી.
- મલ્લિકાર્જુન ખડગેએ ઈંધણના ભાવને મોદી સરકારની આર્થિક કટોકટી ગણાવી.
Rahul Gandhi economic storm: દેશમાં ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો ઝીંકાયો છે, જેના કારણે સામાન્ય જનતા પર મોંઘવારીનો માર વધુ આકરો બન્યો છે. આ સ્થિતિ વચ્ચે લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કેન્દ્રની મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિદેશ પ્રવાસો અને સરકારની આર્થિક નીતિઓની આકરી ઝાટકણી કાઢતા સ્પષ્ટ ચેતવણી આપી છે કે, દેશમાં બહુ જલ્દી એક મોટું "આર્થિક તોફાન" આવવાનું છે. તેમણે દાવો કર્યો છે કે સરકારની નીતિઓ માત્ર અમુક ઉદ્યોગપતિઓને જ ફાયદો કરાવી રહી છે, જ્યારે તેનો સૌથી ખરાબ ભોગ સામાન્ય માણસ બનશે.
તાજેતરમાં રાયબરેલીની મુલાકાતે ગયેલા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારની આર્થિક નીતિઓ પર નિશાન સાધતા કહ્યું હતું કે, વર્તમાન સમયની આર્થિક વ્યવસ્થા લાંબો સમય ટકી શકે તેમ નથી. તેમણે આક્ષેપ કર્યો કે આખી સિસ્ટમ માત્ર ગૌતમ અદાણી અને મુકેશ અંબાણી જેવા ગણતરીના ઉદ્યોગપતિઓને જ ફાયદો કરાવવા માટે ગોઠવવામાં આવી છે. તેમણે સીધા શબ્દોમાં કહ્યું કે, "જ્યારે આ આર્થિક આંચકો કે તોફાન આવશે, ત્યારે તેની કોઈ અસર અદાણી, અંબાણી કે મોદીજીને નહીં થાય. પરંતુ ઉત્તર પ્રદેશના યુવાનો, ખેડૂતો, મજૂરો અને નાના વેપારીઓ તેની લપેટમાં આવી જશે અને તેમને સૌથી વધુ નુકસાન વેઠવું પડશે."
વડાપ્રધાનના વિદેશ પ્રવાસો અંગે પણ રાહુલે આકરો કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું કે, એક તરફ સરકાર સામાન્ય લોકોને વિદેશ પ્રવાસ ઘટાડવાની સલાહ આપી રહી છે અને બીજી તરફ પીએમ મોદી પોતે જ સતત વિદેશ ખેડી રહ્યા છે. રાહુલે ઉમેર્યું કે દેશની અંદર ઊભી થયેલી ગંભીર આર્થિક સમસ્યાઓ પર ધ્યાન આપવાને બદલે સરકાર માત્ર જનતાને શિખામણ આપવામાં જ વ્યસ્ત છે.
આ જ મુદ્દે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ વધતા ઈંધણના ભાવને લઈને સરકારને આડે હાથ લીધી હતી. તેમણે આ સ્થિતિને "મોદી સરકાર દ્વારા સર્જાયેલી આર્થિક કટોકટી" ગણાવી હતી. ખડગેનો સીધો આરોપ છે કે સરકાર પોતાની નીતિગત નિષ્ફળતાઓનો બધો જ બોજ સામાન્ય જનતાના ખભા પર નાખી રહી છે અને બીજી તરફ મોટા કોર્પોરેટ ઘરાનાઓને રાહતો આપી રહી છે.
આ પણ વાંચોઃ રાહુલ ગાંધીની હાજરીમાં તમિલનાડુના નવા CM વિજયની મોટી જાહેરાત: ‘મારા હાથમાં જ સત્તા....’
નોંધનીય છે કે, મંગળવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર લગભગ 90 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 97.77 રૂપિયાથી વધીને 98.64 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયો છે, જ્યારે ડીઝલનો ભાવ 90.67 રૂપિયાથી વધીને 91.58 રૂપિયા પ્રતિ લિટર પર પહોંચી ગયો છે.
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ અને ક્રૂડ ઓઈલના પુરવઠાની ચિંતા વચ્ચે આંતરરાષ્ટ્રીય બજારમાં ઊર્જાના ભાવ સતત અસ્થિર રહેલા છે. આર્થિક અહેવાલો મુજબ, જો કાચા તેલના ભાવ આ જ રીતે વધતા રહેશે તો ભારતની આયાત પરની નિર્ભરતાને કારણે આગામી સમયમાં દેશની તેલ વેપાર ખાધ વધુ વધી શકે છે, જે ભવિષ્યમાં આપણી આર્થિક મુશ્કેલીઓમાં મોટો વધારો કરશે.
આ પણ વાંચોઃ પેટ્રોલ-ડીઝલના ભાવ ફરી વધશે? 3 રૂપિયાના વધારા છતાં કંપનીઓને 750 કરોડનું નુકસાન!
Frequently Asked Questions
રાહુલ ગાંધીએ દેશમાં કયા તોફાનની ચેતવણી આપી છે?
રાહુલ ગાંધીના મતે આર્થિક વ્યવસ્થા કોને ફાયદો કરાવી રહી છે?
રાહુલ ગાંધીના મતે, વર્તમાન આર્થિક વ્યવસ્થા ગૌતમ અદાણી અને મુકેશ અંબાણી જેવા ગણતરીના ઉદ્યોગપતિઓને જ ફાયદો કરાવી રહી છે.
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કેટલો વધારો થયો છે?
મંગળવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર લગભગ 90 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં પેટ્રોલ 98.64 રૂપિયા અને ડીઝલ 91.58 રૂપિયા પ્રતિ લિટર પર પહોંચી ગયું છે.
મલ્લિકાર્જુન ખડગેએ ભાવવધારા અંગે શું કહ્યું?
મલ્લિકાર્જુન ખડગેએ વધતા ઈંધણના ભાવને






















