કોરોના મહામારીના પગલે ભારતીય રેલેવેએ એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. જે મુજબ હવે પેસેન્જરને પ્લેટફોર્મ પરથી ડિસ્પોઝેબલ ધાબળા મળશે.


રેલવે દ્રારા કરવામાં આવેલી જાહેરાત મુજબ પ્રવાસીઓએ હવે ધાબળા અને ચાદર પ્લેટફોર્મ પરથી ખરીદવા પડશે. પ્લેટફોર્મ પર ધાબળા અને ચાદર માટે કાઉન્ટર  તૈયાર કરવામાં આવશે, જેના માટે ટેન્ડર પણ બહાર પડાશે.પ્લેટફોર્મ પરના કાઉન્ટર પરથી પેસેન્જર ધાબળા, ચાદર, માસ્ક અને સેનેટાઇઝર ખરીદી શકાશે,

કેટલી ચૂકવવી પડશે કિંમત

ડિસ્પોઝેબલ બેડિંગ કિટ ખરીદવા માટે પ્રવાસીઓએ 250 રૂપિયા એક્સ્ટ્રા ખરીદવા પડશે. જો માત્ર ચાદર ખરીદશો તો 50 રૂપિયા અને ધાબળાના 100 રૂપિયા ચૂકવવા પડશે. ઓશિકાની કિંમત 100 રૂપિયા રાખવામાં આવી છે. નોંધનિય છે કે, કોરોના કાળને કારણે એસી કોચમાં ધાબળા ચાદર અને ઓશિકાની સુવિધા આપવાનું બંધ કરાવામાં આવ્યું છે. પ્રવાસી હવે પ્લેટફોર્મ પરથી ડિસ્પોઝેબલ ધાબળા, ચાદર, ઓશિકા ખરીદી શકશે.