રેલવેએ આજથી જનરલ પેસેન્જર ટ્રેનને લીલી ઝંડી આપી દીધી છે. આ ટ્રેનમાં પ્રવાસ કરવા માટે બુકિંગ પણ શરૂ થઇ ગયું છે. લોકડાઉન સમયથી આ ટ્રેન બંધ હતી. જે 5 એપ્રિલથી શરૂ થઇ ગઇ છે.ક્યાં અને ક્યારે કેવી રીતે લેવાની ટિકિટ જાણીએ..
ગત માર્ચથી રેલવે બંધ થયેલી 71 જનરલ પેસેન્જર ટ્રેન (71 General passenger train) રેલવે ફરી શરૂ કરી રહી છે. આજથી 71 ટ્રેનને લીલી ઝંડી આપી દેવાઇ છે. રેલવે મંત્રી પિયુષ ગોયલ ઓફિશ્યલ ટિવટર એકાઉન્ટ પર તેની જાણકારી આપી છે.
કોરોનાની મહામારીની જોતા આ 71 ટ્રેનમાં પ્રવાસ કરવા માટે ટિકિટ બુકિંગ માટે રેલવેએ ઓનલાઇન બુકિંગની સુવિધા પણ શરૂ કરી દીધી છે. જો કે પહેલાની જેમાં રેલવે બુકિંગ વિન્ડો પરથી પણ ટિકિટ બુક કરાવી શકાશે. કોરોનાના કારણે લાંબા સમયથી આ ટ્રેન બંધ હતી. મોટાભાગની ટ્રેન દિલ્લી-એનસીઆર વચ્ચે દોડશે. ઉત્તર રેલવેએ યાત્રીની સુવિધા માટે 5 એપ્રિલથી આ ટ્રેન શરૂ કરી છે. તેની યાદી પણ જાહેર કરી છે.
રેલમંત્રી પિયુષ ગોયલે આ મામલે જાહેરાત કરતા 71 ટ્રેનનું યાદી પણ જાહેર કરી છે.આ નિર્ણયથી રેલવેમાં મુસાફરી કરતા લાખો પ્રવાસીઓને રાહત મળશે.રેલ મંત્રાલયે હાલ એક જાણકારી શેર કરતા કહ્યું કે, કોવિડ-19ની મહામારીના સંકટની વચ્ચે 2020-21 સુધીમાં સૌથી વધુ રેલવે ઇલેક્ટોફિકેશન (Railway electrification) પર કામ થયું છે. આ સમય દરમિયાન કુલ 6,015 કિલોમીટર રૂટનાઇલેક્ટ્રોફિકેશનનું કામ પૂર્ણ થયુ છે. જે ગત વર્ષના મુકાબલે 37 ટકા વધુ છે.
તેજસ એક્સપ્રેસ મહિના સુધી નહીં દોડે
દેશમાં ઝડપથી વધી રહેલા કોરોના સંક્રમણના મામલે રેલ મંત્રાલયે ટ્રેન નંબર 82902/82901 અમદાવાદ-મુંબઇ, સેન્ટ્રલ અમદાવાદ તેજસ એક્સપ્રેસ (Tejas Express)ની સર્વિસને 2 એપ્રિલ 2021થી આગલા એક મહિના સુધી સસ્પેન્ડ કરી દેવાઇ છે.