Indian Railways: ભારતીય રેલવે સફ ર દરમિયાન યાત્રીઓને સુવિધા આપવા માટે દિલ્હી, મુંબઇ, હરિયાણા, ઉત્તર પ્રદેશ સહિત આખા દેશમાં નવી પૉલીસી લાગુ કરવા જઇ રહ્યું છે. આ અંતર્ગત રેલવે યાત્રી સેવા અનુબંધ શરૂ કરશે. ટ્રેનોમાં યાત્રા દરમિયાન યાત્રીઓને થઇ રહેલી પરેશાનીઓને દૂર કરવા માટે રેલવે યાત્રી સેવા અનુબંધ યોજના શરૂ કરશે. આ અતંર્ગત ટ્રેનોમાં સફાઇ, ગંદા કમ્બલ, અને ખરાબ પીરસવામાં આવતી ખાવા જેવી યાત્રીઓની ફરિયાદોને નિપટારો કરવામાં આવશે. 


પહેલા તબક્કામાં દિલ્હીથી ચાલનારી 245 ટ્રેનોમાં શરૂ થશે સર્વિસ  -
પહેલા તબક્કામાં દિલ્હીથી ચાલનારી 245 ટ્રેનોમાં આને શરૂ કરવામાં આવશે. દિલ્હીથી આની શરૂઆત બાદ આને તમામે રેલવે ઝૉનમાં લાગુ કરવામાં આવશે, જેથી રેલ યાત્રીઓને બેસ્ટ સુવિધા મળી શકે. વર્તમાનમાં રેલવેના ખાનપાન ટૂરિસ્ટ વગેરે સાથે જોડાયેલા કાર્યોને આઇઆરસીટીસી દ્વારા જોવામાં આવતુ હતુ, હવે રેલવે બૉર્ડ ખાનપાન અને અન્ય સેવાઓ માટે ઠેકેરાર નિયુક્ત કરશે.  


7 મહિનામાં રેલવેની સ્વચ્છતા સાથે જોડાયેલી કુલ 1,21,754 લાખ ફરિયાદો મળી  -
રેલવેએ અધિકારીઓ અનુસાર, આવું એટલા માટે કરવામાં આવી રહ્યું છે, કેમ કે રેલવેની રેલ મદદ એપ પર સ્વચ્છતા અને ખાનપાન સાથે જોડાયેલી ખુબ ફરિયાદો આવવાની શરૂ થઇ ગઇ હતી. એપ્રિલ 2022માં ઓક્ટોબર, 2022 સુધી આ એપ પર રેલવેને સ્વચ્છતા સાથે જોડાયેલી કુલ 1,21,754 લાખ ફરિયાદો મળી હતી. માત્ર પશ્ચિમ રેલવેમાંથી 19 હજારથી વધુ ફરિયાદો મળી હતી, 14 હજાર ફરિયાદો ઉત્તર રેલવે ક્ષેત્રમાં આવી હતી,


તમામ તેજસ રાજધાની, દુરન્તો અને ગરીબ રથ ટ્રેનોમાં શરૂ થશે સર્વિસીઝ   - 
જાણકારી અનુસાર, પહેલા તબક્કામાં દિલ્હીથી ચાલનારી 245 ટ્રેનોમાં આને શરૂ કરવામાં આવશે. આ પછી એક પછી એક અન્ય મંડળ અને ઝૉનમાં આ શરૂ થશે. રેલવે આને શરૂ કરવા માટે પૂર્વમાં સિલેક્ટેડ એજન્સીઓની કાર્ય અવધિ સમાપ્ત થવાનો ઇન્તજાર કરી રહી છે. આ ટ્રેનોમાં દિલ્હીથી ચાલનારી ટ્રેનોના નામ સામેલ છે. આ તમામ ટ્રેનોમાં જલદી જ લિનેન વૉશિંગનો કૉન્ટ્રાક્ટ ખતમ થવાનો છે.


 


Vande Bharat Trains: ટાટા સ્ટીલ બનાવશે વન્દે ભારત એક્સપ્રેસ માટે સીટ અને કૉચ, રેલવેએ આપ્યો કરોડોનો ઠેકો


Indian Railways: દેશની હાઇ સ્પીડ ટ્રેનના નિર્માણમાં હવે દિગ્ગજ સ્ટીલ મેન્યૂફેક્ચરર કંપની ટાટા સ્ટીલનું પણ નામ જોડાઇ ગયુ છે. સ્વદેશી સેમી હાઇ સ્પીડ ટ્રેન માટે ટાટા સ્ટીલ કૉચ અને સીટોનુ નિર્માણ કરશે. ભારતીય રેલવેએ કંપનીને કરોડોનો કૉન્ટ્રાક્ટ આપ્યો છે. વળી, રેલવેએ આગામી બે વર્ષો માટે 200 વન્દો ભારત ટ્રેનોના નિર્માણનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. 


રેલવેનું કહેવુ છે કે, તે વન્દે ભારત એક્સપ્રેસનુ નિર્મામ ઝડપથી કરી રહી છે, અને જલદી જ પોતાના ટાર્ગેટને પુરો કરી લેશે. આઇએએનએસના રિપોર્ટ અનુસાર, ભારતીય રેલવેએ આ સંબંધમાં ટાટા સ્ટીલની સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ અંતર્ગત કેટલીય યોજનાઓને પુરા કરવાનો પ્લાન બનાવવામાં આવ્યો છે. 


શું શું બનાવશે ટાટા સ્ટીલ  -
ટાટા સ્ટીલ હવે વન્દે ભારત એક્સપ્રેસમાં ફર્સ્ટ એસીથી લઇને થ્રી-ટિયર કૉચ સુધીની સીટો બનાવશે. ટ્રેન માટે એલએચબી કૉચ બનાવવાનો ઠેકો પણ કંપનીનો આપવામાં આવ્યો છે. વળી, ટ્રેનોને પેનલ વિન્ડો અને રેલવેના સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવી રહ્યાં છે. વન્દે ભારત એક્સપ્રેસમાં સીટિંગ સિસ્ટમ બલ્ક ઓર્ડર 16 કૉચ અને 22 ટ્રેનો સેટ માટે લીધા છે. 


વિમાન જેવી સુવિધાઓ  - 
ટાટા સ્ટીલના વાઇસ પ્રેસિડેન્ટ દેબાશીષ ભટ્ટાચાર્યએ કહ્યું કે, આ ટ્રેનોની સીટોનુ નિર્માણ એવી રીતે કરવામાં આવ્યુ છે અને 180 ડિગ્રી સુધી ફરી શકે છે અને આમાં વિમાન જેવી યાત્રી સુવિધાઓ છે. આઇએએનએસના રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે, આ પહેલી એવી ટ્રેન હશે, જેમાં 180 ડિગ્રી ફરનારી ખુરશીઓ છે. 


કેટલા કરોડમાં થઇ ડીલ  -
હાલમા ભારતીય રેલવેએ યોજના અંતર્ગત ટ્રેનના જુદાજુદા ભાગ બનાવવા માટે બહુરાષ્ટ્રીય સ્ટીલ કંપનીને લગભગ 145 કરોડ રૂપિયાનુ ડેન્ડર આપ્યુ છે. કંપની તરફથી આ વસ્તુઓનું નિર્માણ 12 મહિનામાં પુરુ કરવામાં આવશે. ટાટા સ્ટીલે આના માટે કામ કરવાનુ પણ શરૂ કરી દીધુ છે. રેલ મંત્રાલયનો 2024 ની પહેલી ત્રિમાસિક સુધી વન્દે ભારતના પહેલા સ્લીપર ટ્રેનને ચલાવવાનો ટાર્ગેટ છે.