Train Cancelled News: જો તમે આગામી દિવસોમાં ટ્રેનમાં મુસાફરી કરવાના છો અને તમામ તૈયારીઓ કરી લીધી છે, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. ભારતીય રેલવેએ 20 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર દરમિયાન અનેક ટ્રેનોના સંચાલનમાં ફેરફાર કર્યો છે.
રેલવે પ્રશાસન આ સમયગાળા દરમિયાન ગંગા નદી પર બનેલા નવા ડબલ લાઇન રેલવે બ્રિજને મુખ્ય રેલવે નેટવર્ક સાથે જોડવા માટે બેગુસરાય વિસ્તારમાં નોન-ઇન્ટર લૉકિંગ (Non-Interlocking) કામગીરી હાથ ધરશે. આ કામને કારણે ઉત્તર અને દક્ષિણ બિહાર વચ્ચે દોડતી અનેક ટ્રેનોને રદ કરવામાં આવી છે.
આ પણ વાંચો:આસામ, કેરલ અને છત્તીસગઢમાં ભારે વરસાદ અને પૂરનો કહેર, હવામાન વિભાગે શું કરી આગાહી?
આ ટ્રેનો રહેશે રદ ટ્રેન નં. 18105/18106 રાઉરકેલા–જયનગર–રાઉરકેલા એક્સપ્રેસટ્રેન નં. 09033/09034 ઉધના–માલદા ટાઉન–ઉધના સ્પેશિયલટ્રેન નં. 13507/13508 આસનસોલ–ગોરખપુર–આસનસોલ એક્સપ્રેસટ્રેન નં. 13165 કોલકાતા–સીતામઢી એક્સપ્રેસટ્રેન નં. 14003/14004 માલદા ટાઉન–નવી દિલ્હી–માલદા ટાઉન એક્સપ્રેસટ્રેન નં. 13155/13156 કોલકાતા–સીતામઢી–કોલકાતા એક્સપ્રેસટ્રેન નં. 13157/13158 કોલકાતા–મુઝફ્ફરપુર–કોલકાતા એક્સપ્રેસટ્રેન નં. 18629/18630 રાંચી–ગોરખપુર–રાંચી એક્સપ્રેસટ્રેન નં. 18419/18420 પુરી–જયનગર–પુરી એક્સપ્રેસટ્રેન નં. 02023/02024 હાવડા–પટના વંદે ભારત સ્પેશિયલટ્રેન નં. 15271/15272 હાવડા–મુઝફ્ફરપુર–હાવડા એક્સપ્રેસટ્રેન નં. 13419/13420 ભાગલપુર–મુઝફ્ફરપુર–ભાગલપુર એક્સપ્રેસ
મુસાફરો માટે જરૂરી સૂચના
પૂર્વ મધ્ય રેલવેના જણાવ્યા અનુસાર, 20 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર દરમિયાન કુલ 67 ટ્રેનો રદ રહેશે. જ્યારે 3 ઓક્ટોબરના રોજ 36 ટ્રેનોનું સંચાલન બંધ રહેશે. આ ઉપરાંત કેટલીક ટ્રેનોને વૈકલ્પિક રૂટ પરથી દોડાવવામાં આવશે. તેથી જો તમે આ સમયગાળા દરમિયાન ટ્રેનમાં મુસાફરી કરવાના હોવ, તો ઘરેથી નીકળતા પહેલાં તમારી ટ્રેનનું લાઇવ સ્ટેટસ જરૂર તપાસો. નોન-ઇન્ટર લૉકિંગ કામગીરીને કારણે રેલવે છેલ્લી ઘડીએ પણ ટ્રેનના સંચાલનમાં ફેરફાર કરી શકે છે.
મુસાફરો રેલવે હેલ્પલાઇન નંબર 139 પર સંપર્ક કરીને અથવા અધિકૃત રેલવે પ્લેટફોર્મ પર ટ્રેનનું લેટેસ્ટ સ્ટેટસ જાણી શકો છો.
