Weather Update: ભારતમાં ફરી એકવાર ઉનાળામાં હવામાનમાં મોટો પલટો આવ્યો છે, ખાસ વાત છે કે, અત્યારે એપ્રિલ મહિનાની શરૂઆતમાં પડેલા વરસાદને કારણે વાતાવરણ ખુશનુમા રહે છે. છેલ્લા કેટલાક દિવસોથી ભારતના મોટા ભાગના વિસ્તારોમાં ખાસ કરીને ઉત્તરથી દક્ષિણ ભારતમાં કેટલાય વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. હવે વરસાદને લઇને હવામાન વિભાગે વધુ એક મોટી આગાહી કરી છે, હવામાન વિભાગનું કહેવું છે કે, એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હિમાલયના ક્ષેત્રમાં સર્જાઇ રહ્યું છે, જેના કારણે આગામી દિવસોમાં વરસાદ અને વાવાઝોડાની પ્રક્રિયા ચાલુ રહી શકે છે. 3 એપ્રિલથી 5 એપ્રિલ સુધી કેટલાય વિસ્તારોમાં ભાર પવન સાથે વરસાદ અને કરા પડી શકે છે.


હવામાન વિભાગના જાણાવ્યા અનુસાર, પશ્ચિમ હિમાલય વિસ્તારમાં 3 થી 5 એપ્રિલ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. 3 અને 4 એપ્રિલે ગાજવીજ સાથે વરસાદની પડવાની પણ શક્યતા છે.


દિલ્હી -એનસીઆરમાં વરસાદ 
3 એપ્રિલે દિલ્હી NCRના વિસ્તારોમાં વાદળો ઘેરાયેલા રહેશે, આના કારણે વરસાદની સંભાવના છે, અહીં તાપમાન સામાન્યથી નીચે રહેવાની સંભાવના છે. જોકે, આ પછી હવામાનમાં પલટો આવશે અને તાપમાન વધુ નીચે જઇ શકે છે. 3-4 એપ્રિલે રાજસ્થાન, પંજાબ અને પશ્ચિમ ઉત્તર-પ્રદેશ જેવા ઉત્તર-પશ્ચિમ ભારતના અલગ-અલગ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. 3 અને 4 એપ્રિલે ઉત્તરાખંડમાં કરા પડવાની શક્યતા છે, જ્યારે હિમાચલ પ્રદેશ, પંજાબ અને હરિયાણામાં 3 એપ્રિલે કરા પડી શકે છે.


વરસાદની સાથે ભારે પવન પણ ફૂંકાશે 
હવામાન વિભાગની આગાહી અનુસાર, સોમવારે (3 એપ્રિલ) દિલ્હી NCRના કેટલાક વિસ્તારોમાં રાજસ્થાન, પંજાબ, પશ્ચિમી ઉત્તર-પ્રદેશમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. આ દરમિયાન ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે જોરદાર પવન ફૂંકાશે. પંજાબ-હરિયાણાના કેટલાય વિસ્તારોમાં પણ વરસાદ પડી શકે છે. કેટલીક જગ્યાએ કરા પણ પડી શકે છે. હવામાન વિભાગે હિમાચલ પ્રદેશમાં વરસાદ અને કરાને લઈને યલો એલર્ટ જાહેર કર્યું છે. પૂર્વોત્તર ભારતમાં 5 એપ્રિલ સુધી મોટાભાગના વિસ્તારોમાં પવન અને ગાજવીજ સાથે વરસાદ પડશે. પૂર્વોત્તરની સાથે પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં 5 એપ્રિલ સુધી સમાન હવામાન રહેવાની ધારણા છે. ત્યાર બાદ ફેરફાર જોવા મળશે.


સામાન્યથી નીચે રહેશે તાપમાન 
દેશના મોટાભાગના ભાગોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતા 2-4 ડિગ્રી સેલ્સિયસ ઓછું રહેશે. આગામી 5 દિવસ દરમિયાન દેશના મોટાભાગના ભાગોમાં સામાન્યથી લગભગ સામાન્યથી નીચે રહેવાની સંભાવના છે. આગામી 5 દિવસ દરમિયાન દેશના કોઈપણ ભાગમાં હીટ વેવની કોઈ શક્યતા નથી.