નવી દિલ્હી:  રવિવારે દિલ્હી-NCRના ઘણા વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગે પહેલાથી જ વરસાદની આગાહી કરી હતી. વરસાદ બાદ ઠંડીમાં વધારો થયો છે. ઠંડા પવનના કારણે તાપમાનમાં પણ ઘટાડો નોંધાયો છે. દિલ્હીના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. દિલ્હીમાં રવિવારે સાંજે વરસાદનું આગમન થયું હતું. 






દિવસભર ઠંડીનો અનુભવ થયો


પહાડોમાં હિમવર્ષાથી આવતા ઠંડા પવનો અને નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દિલ્હીના લોકોને રવિવારે દિવસ દરમિયાન ઠંડીનો અનુભવ થયો હતો. સાથે જ વાદળોની વચ્ચે છુપાયેલા સૂર્યને કારણે દિવસ દરમિયાન લોકોને ઠંડીનો અહેસાસ થયો હતો. ઠંડા પવનોને કારણે સામાન્ય લોકો પરેશાન થયા હતા. મેદાની વિસ્તારોમાં ઠંડા પવનોએ તેની અસર દેખાવાનું શરૂ કર્યું છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે મંગળવારથી લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે. આવી સ્થિતિમાં ઠંડીમાં વધુ વધારો થશે. આ પછી, તાપમાનમાં સતત ઘટાડો નોંધવામાં આવશે. આવી સ્થિતિમાં લઘુત્તમ તાપમાન છ ડિગ્રીની આસપાસ નોંધાઈ શકે છે. તેમજ મહત્તમ તાપમાનમાં પણ ઘટાડો થવાની સંભાવના છે.






શનિવારે લઘુત્તમ તાપમાન 7.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં એક ડિગ્રી ઓછું હતું. કેટલાક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન છ ડિગ્રીની આસપાસ નોંધાયું હતું.  સૂર્યપ્રકાશના અભાવે હવામાનમાં કોઈ ફેરફાર થયો ન હતો. સાંજ સુધીમાં લોકોએ ઠંડીનો અહેસાસ કર્યો હતો. સોમવારે મહત્તમ તાપમાન 23 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી રહેવાની સંભાવના છે. આવી સ્થિતિમાં, હવામાન વિભાગે આગાહી કરી છે કે સવારે કેટલાક સ્થળોએ સ્મોગ, હળવાથી મધ્યમ સ્તરનું ધુમ્મસ અને ઝાકળની શક્યતા છે. 


સાંજે અને રાત્રે ધુમ્મસની અપેક્ષા


આયા નગરમાં લઘુત્તમ તાપમાન 6 ડિગ્રી નોંધાયું હતું. આયા નગરમાં નોંધાયેલું લઘુત્તમ તાપમાન અન્ય કેન્દ્રોની સરખામણીમાં સૌથી ઓછું હતું. અહીં લઘુત્તમ તાપમાન 6.0 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે, પુસામાં લઘુત્તમ તાપમાન 7 ડિગ્રી સેલ્સિયસ, લોધી રોડમાં 8.0 ડિગ્રી સેલ્સિયસ, રિજ અને પાલમમાં 9.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. તેમજ હવામાં ભેજનું પ્રમાણ 42 ટકાની સરખામણીએ 97 ટકા રહ્યું હતું.


ભારતીય હવામાન વિભાગ (IMD) ના વૈજ્ઞાનિક ડૉ.નરેશ કુમારે જણાવ્યું હતું કે, "અમારું અનુમાન છે કે હિમાલયના પ્રદેશમાં 8 અને 9 ડિસેમ્બરે હળવાથી મધ્યમ હિમવર્ષા થઈ શકે છે અને પંજાબ અને હરિયાણામાં મધ્યમ વરસાદ વરસી શકે છે. આજે દિલ્હી અને એનસીઆરમાં કેટલાક સ્થળોએ વરસાદની શક્યતા છે, પશ્ચિમી વિક્ષેપના આગમન સાથે, ઉત્તર પૂર્વ ભારતમાં શીત લહેર સ્થિતિ સર્જાઈ શકે છે. હવામાન વિભાગે પહેલાથી જ દિલ્હીમાં વરસાદની આગાહી કરી હતી.  


શિયાળાની ઠંડીમાં તાલાલામાં આંબા પર કેરી આવતા ખેડૂત પણ ચોંકી ગયા