શોધખોળ કરો

Rain: સવારથી જ વાતાવરણ પલટાયું, કયા-કયા વિસ્તારોમાં આજે ગાજવીજ સાથે ખાબકી શકે છે વરસાદ

Rain News: ગુજરાતમાં આજે સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે, રાજ્યની વાત કરીએ તો મુખ્યત્વે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • કાળઝાળ ગરમી વચ્ચે ગુજરાત, દિલ્હી, હરિયાણામાં વરસાદ ખાબક્યો.
  • ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ, ઠંડા પવન ફૂંકાયા.
  • દિલ્હી-NCRમાં ભારે પવન સાથે વરસાદ, તાપમાનમાં ઘટાડો નોંધાયો.
  • 28-31 મે દરમિયાન ઉત્તર ભારતમાં વાવાઝોડા અને ભારે વરસાદની આગાહી.

Rain News: કાળઝાળ ગરમી વચ્ચે ગુજરાતમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે, ગુજરાત સહિત દેશના મોટાભાગના વિસ્તારોમાં વાતાવરણ પલટાયુ છે. ગુજરાત ઉપરાંત દિલ્લી, હરિયાણાના કેટલાક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હોવાની વાત પણ સામે આવી છે. હવામાન વિભાગે પણ દિલ્લી, યૂપી, હરિયાણા, રાજસ્થાન અને ઉત્તરાખંડના અનેક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. સાથે સાથે આંધી અને ગાજવીજ સાથે વરસાદ ખાબકવાની આગાહી કરી છે. આ દરમિયાન વરસાદની સાથે 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાીઈ શકે છે. યૂપીના અલીગઢ, ઝાંસી, મહોબા અને મથુરામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. તો સેંટ્રલ દિલ્લી, ઈસ્ટ દિલ્લી, ન્યૂ દિલ્લી, નોર્થ દિલ્લી, નોર્થ ઈસ્ટ, નોર્થ વેસ્ટમાં પણ ભારે વરસાદ ખાબકી શકે છે. દિલ્લી એનસીઆરમાં સાંજે આંધીની ચેતવણી આપવામાં આવી છે. તો હરિયાણાના ભીવાની, ચરખી દાદરી, ફતેહાબાદ, હિસાર, મેવાત, રેવાડી, સિરસામાં પણ વરસાદની આગાહી કરાઈ છે.

ગુજરાતમાં આજે સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે, રાજ્યની વાત કરીએ તો મુખ્યત્વે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. બનાસકાંઠામાં વાતાવરણમાં પલટો આવ્યો, જેમાં ધાનેરા, દાંતીવાડા, ડીસામાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતુ. અરવલ્લી જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો અને મોડાસા, શામળાજી, ભિલોડા પંથકમાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતુ. આ ઉપરાંત મહીસાગર જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો, અને લુણાવાડા, બાલાસિનોર, ખાનપુર, વીરપુરમાં વાદળછાયું વાતાવરણ સર્જાયુ હતુ. વાદળછાયું વાતાવરણ સાથે ઠંડા પવન ફૂંકાયા હતા અને લોકોને ગરમીથી રાહત મળી છે. 

Rain: અસહ્ય ઉકરાળ વચ્ચે વરસાદની આગાહી, ચાર દિવસ આ વિસ્તારોમાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ

દિલ્હીમાં વરસાદ 
દિલ્હી-એનસીઆરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. આકાશ વાદળછાયું બન્યું અને ઘણા વિસ્તારોમાં હળવા પવન સાથે ઝરમર વરસાદ પડ્યો, જેના કારણે ગરમીથી થોડી રાહત મળી છે.  દિલ્હી-એનસીઆરમાં ગુરુવારે પડેલા વરસાદથી લોકોને ગરમીથી નોંધપાત્ર રાહત મળી. ફિરોઝશાહ રોડ સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદ  વરસ્યો છે. વરસાદના કારણે હવામાન ખુશનુમા બન્યું અને તાપમાનમાં ઘટાડો થયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સાંજે 7 વાગ્યા સુધીમાં પ્રગતિ મેદાનમાં 48 કિમી પ્રતિ કલાકની મહત્તમ પવનની ગતિ નોંધાઈ હતી. આઇએમડી અનુસાર, આયાનગર અને પ્રગતિ મેદાનમાં અનુક્રમે 0.5 મીમી અને 0.9 મીમી વરસાદ પડ્યો હતો, જ્યારે આયાનગરમાં કુલ 6.5 મીમી વરસાદ નોંધાયો હતો. જોકે, દિલ્હી ક્ષેત્રમાં હજુ સુધી વ્યાપક કે ભારે વરસાદ અને જોરદાર પવન જોવા મળ્યા નથી.

વાવાઝોડાની ચેતવણી
હવામાન વિભાગે 28 થી 31 મે દરમિયાન ઉત્તર ભારત, મધ્ય ભારત અને પૂર્વી ભારતમાં ભારે પવન સાથે વાવાઝોડાની આગાહી કરી છે. દિલ્હી-NCR સહિત ઘણા વિસ્તારોમાં ધૂળના તોફાન અને હળવોથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. 

Frequently Asked Questions

ગુજરાતમાં વાતાવરણમાં અચાનક પલટો શા માટે આવ્યો છે?

કાળઝાળ ગરમી વચ્ચે ગુજરાત સહિત દેશના મોટાભાગના વિસ્તારોમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે, જેના કારણે વરસાદ અને ઠંડા પવન ફૂંકાયા છે.

દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં કેવું હવામાન છે?

દિલ્હી-NCR માં વાદળછાયું વાતાવરણ છે અને કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડ્યો છે. હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ પણ જાહેર કર્યું છે.

હવામાન વિભાગે કયા વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે?

હવામાન વિભાગે દિલ્હી, યૂપી, હરિયાણા, રાજસ્થાન અને ઉત્તરાખંડના અનેક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે, જેમાં આંધી અને ગાજવીજ સાથે વરસાદની આગાહી છે.

રાજ્યમાં કયા વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે?

મુખ્યત્વે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. બનાસકાંઠા, અરવલ્લી અને મહીસાગર જેવા જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ રહ્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

‘ભાજપ સામે વિરોધ ન કરો’, ટીએમસી સાંસદ યુસુફ પઠાણના ડર પાછળનું સાચું કારણ આવ્યું સામે
‘ભાજપ સામે વિરોધ ન કરો’, ટીએમસી સાંસદ યુસુફ પઠાણના ડર પાછળનું સાચું કારણ આવ્યું સામે
આવતીકાલનું હવામાનઃ કાલે દેશના 19 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી, જાણો હવામાન અપડેટ
આવતીકાલનું હવામાનઃ કાલે દેશના 19 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી, જાણો હવામાન અપડેટ
IMD Alert: આગામી 7 દિવસ ભારે! આ રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે અતિભારે વરસાદની આશંકા
IMD Alert: આગામી 7 દિવસ ભારે! આ રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે અતિભારે વરસાદની આશંકા
ભારતીય સેનાની મહિલાઓ નહીં પહેરી શકે આ ખાસ પ્રકારના કપડા, જાણો કેમ લગાવવામાં આવ્યો પ્રતિબંધ
ભારતીય સેનાની મહિલાઓ નહીં પહેરી શકે આ ખાસ પ્રકારના કપડા, જાણો કેમ લગાવવામાં આવ્યો પ્રતિબંધ
Advertisement

વિડિઓઝ

Darshnaben Deshmukh: ભાજપ ધારાસભ્ય આપશે રાજીનામું? ડો. દર્શનાબેન દેશમુખ લાલઘૂમ
Ramesh Katara Statement Controversy : મંત્રી કટારાએ માગી શિક્ષકોની માફી, 'મારા શબ્દો પાછા ખેંચુ છું'
Share Market News : ઈરાન અમેરિકા શાંતિ સમજૂતી બાદ ભારતીય શેરબજારમાં ઉછાળો
Farmers Protest : રાજ્યભરના ખેડૂતોની આજે ગાંધીનગર કૂચ, ખાનગી કંપનીઓ સામે આક્રોશ
Iran US Deal News : અમેરિકા ઈરાન વચ્ચે શાંતિ સમજૂતી, સમગ્ર વિશ્વએ રાહતનો શ્વાસ લીધો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IMD Alert: આગામી 7 દિવસ ભારે! આ રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે અતિભારે વરસાદની આશંકા
IMD Alert: આગામી 7 દિવસ ભારે! આ રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે અતિભારે વરસાદની આશંકા
આવતીકાલનું હવામાનઃ કાલે દેશના 19 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી, જાણો હવામાન અપડેટ
આવતીકાલનું હવામાનઃ કાલે દેશના 19 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી, જાણો હવામાન અપડેટ
IND A vs SL A: સુપર ઓવરમાં હાર બાદ મેદાન પર ભયંકર બબાલ, આખી ટીમ સામે એકલો લડ્યો વૈભવ! જુઓ વીડિયો
IND A vs SL A: સુપર ઓવરમાં હાર બાદ મેદાન પર ભયંકર બબાલ, આખી ટીમ સામે એકલો લડ્યો વૈભવ! જુઓ વીડિયો
શાંતિ કરાર પહેલાં જ યુદ્ધનો ભડકો! દક્ષિણ લેબનોનના 3 શહેરો પર ઇઝરાયલનો બોમ્બમારો
શાંતિ કરાર પહેલાં જ યુદ્ધનો ભડકો! દક્ષિણ લેબનોનના 3 શહેરો પર ઇઝરાયલનો બોમ્બમારો
‘ભાજપ સામે વિરોધ ન કરો’, ટીએમસી સાંસદ યુસુફ પઠાણના ડર પાછળનું સાચું કારણ આવ્યું સામે
‘ભાજપ સામે વિરોધ ન કરો’, ટીએમસી સાંસદ યુસુફ પઠાણના ડર પાછળનું સાચું કારણ આવ્યું સામે
અમેરિકા-ઈરાન ડીલ બાદ ભારતમાં પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે? કેન્દ્ર સરકારે આપ્યું મોટું નિવેદન
અમેરિકા-ઈરાન ડીલ બાદ ભારતમાં પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે? કેન્દ્ર સરકારે આપ્યું મોટું નિવેદન
વીડિયો કોલ પર હવે હસવું પણ મોંઘું પડી શકે છે! ગૃહ મંત્રાલયે જાહેર કર્યું AI સ્કેમ એલર્ટ
વીડિયો કોલ પર હવે હસવું પણ મોંઘું પડી શકે છે! ગૃહ મંત્રાલયે જાહેર કર્યું AI સ્કેમ એલર્ટ
Investment Scheme: દર મહિને ₹30 લાખ કમાવવાની તક, પીએમ મોદીએ વીડિયોમાં નવી રોકાણ યોજના જાહેર કરી?
Investment Scheme: દર મહિને ₹30 લાખ કમાવવાની તક, પીએમ મોદીએ વીડિયોમાં નવી રોકાણ યોજના જાહેર કરી?
Embed widget