Weather Update: દેશના તમામ ભાગોમાં અત્યારે શિયાળાની ઠંડીએ જોર બતાવ્યુ છે. ઠેર ઠેર લોકો ઠંડીથી ઠુંઠવાયેલી દેખાઇ રહ્યાં છે, ત્યારે આ બધાની વચ્ચે આઇએમડી, હવામાન વિભાગે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. હવામાન રિપોર્ટ અનુસાર, આગામી ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં આગામી દિવસોમા શીતલહેરથી આંશિક રાહત મળી શકે છે, અને સાથે સાથે વરસાદ પણ પડી શકે છે.
વરસાદની આગાહી -
હવામાન રિપોર્ટ અનુસાર, 20 મી જાન્યુઆરીની રાત્રે પશ્ચિમી વિક્ષોભનનું હિમાલય પર પહોંચવાની સંભાવના છે. જેના કારણે 20-22 જાન્યુઆરીની વચ્ચે પંજાબ, હરિયાણા, ચંડીગઢ અને દિલ્હીમાં સામાન્ય વરસાદ પણ પડી શકે છે.
વધુ એક એક્ટિવ પશ્ચિમી વિક્ષોભ ધીમે ધીમે વધી રહ્યું ચે, આના 23 થી 25 જાન્યુઆરી સુધી હિમાલય વિસ્તાર સુધી પહોંચવાનુ અનુમાન છે. આના કારણે 23-26 જાન્યુઆરીની વચ્ચે જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને બરફવર્ષો થવાની આશંકા છે. 23 અને 24 જાન્યુઆરીએ પશ્ચિમી હિમાલય વિસ્તારમાં છુટોછવાયો વરસાદ અને કળા પડવાની આશંકા દર્શાવવામાં આવી છે.
મેદાન વિસ્તારોમાં વરસાદ -
પશ્ચિમી વિક્ષોભના એક્ટિવ થવાના કારણે મેદાની વિસ્તારોમાં પણ વરસાદ પડવાની આશંકા દર્શાવવામાં આવી છે, પંજાબના કેટલાક વિસ્તારોમાં 22 જાન્યુઆરીએ સામાન્ય વરસાદ, જ્યારે 23 જાન્યુઆરીએ સામાન્યથી મધ્યમ વરસાદનુ અનુમાન લગાવવામા આવી રહ્યું છે. 24 અને 25 જાન્યુઆરીએ પણ વરસાદની આશંકા છે. દિલ્હી, ચંડીગઢ અને હરિયાણામાં 22 જાન્યુઆરીએ વરસાદ પડી શકે છે. પશ્ચિમી ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં 23 જાન્યુઆરી, જ્યારે 24 જાન્યુઆરીએ મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડશે. પૂર્વીય ઉત્તર પ્રદેશમાં 24 અને 25 જાન્યુઆરીએ વરસાદ પડી શકે છે.
દિલ્હીમાં કડકડતી ઠંડીની સાથે ઓછી થઇ વિઝિબિલિટી-
Weather Update In India: દેશભરમાં હવે તાપમાનનો પારો સતત ગગડી રહ્યો છે, અને રાજધાની દિલ્હીમાં કોહરાના કારણે ઠંડીમાં જોરદાર વધારો નોંધાયો છે. સવારના સમયે દિલ્હીમાં ધૂમ્મસના કારણે વિઝિબિલિટી ઘટી ગઇ છે. વિઝિબિલિટી ઘટવાના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાઇ છે, આઇએમડીએ દિલ્હીમાં અત્યારે યલો એલર્ટ જાહેર કરીને લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે.
હવામાન વિભાગે (IMD) જાણકારી આપતા જણાવ્યુ છે કે, આગામી 4 થી 5 દિવસો દરમિયાન હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં ગાઢ ધૂમ્મસ છવાઇ શકે છે, અહીં એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. આઇએમડી અનુસાર, 20 ડિસેમ્બર અને 21 ડિસેમ્બર દરમિયાન બિહાર અને ઉપ હિમાલયી પશ્ચિમ બંગાળ અને સિક્કીમમાં અલગ અલગ વિસ્તારોમાં ધૂમ્મસ અને ઠંડી વધવાની સંભાવના છે.
ધૂમ્મસ, લૉ વિઝિબિલિટી કારણે દિલ્હીમાં યલો એલર્ટ -
આજે દિલ્હીમાં સિઝનની પહેલી ધૂમ્મસ અને વિઝિબિલિટી લૉ જોવા મળી છે. સવાર કેટલાય વિસ્તારોમાં, રસ્તાંઓ, પાર્કો અને ઘરોની આસપાસ ધૂમ્મસ જોવા મળી હતી. ધૂમ્મસના કરાણે દિલ્હીમાં અત્યારે લગભગ 150-200 મીટર વિઝિબિલિટી નોંધાઇ છે. જોકે, દિવસ ઉગતાની સાથે જ આમાં વધારો જોવા મળી રહ્યો હતો.
હવામાન વિભાગ અનુસાર, આજે દિલ્હીનુ ન્યૂનત્તમ તાપમાન 6 ડિગ્રી સેલ્સિયસ છે, ગાઢ ધૂમ્મસના કારણે પાલમ એરપોર્ટ પર સવારે 6 વાગ્યાની નજીક વિઝિબિલિટી 50 મીટર થઇ ગઇ હતી, આ કારણે હવામાન વિભાગે દિલ્હીમાં સવારે 5.30 થી 8.30 વાગ્યા સુધી યેલો એલર્ટ જાહેર કર્યુ હતુ.