Continues below advertisement

IMD Alert: ઉત્તર ભારતમાં કોલ્ડ વેવની સાથે ધુમ્મસનો કેર યથાવત છે. ભારતીય હવામાન વિભાગ (IMD) ના જણાવ્યા મુજબ, આગામી 2-3 દિવસમાં મધ્ય ભારત, ઉત્તરપૂર્વ ભારત, પશ્ચિમ બંગાળ અને સિક્કિમના કેટલાક ભાગોમાં સવારના સમયે ગાઢ ધુમ્મસ રહેવાની શક્યતા છે. આગામી 2-3 દિવસમાં રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, બિહાર અને મધ્યપ્રદેશ, ગુજરાતના કેટલાક વિસ્તારમાં ઠંડીની જોર યથાવત રહેવાની શક્યતા છે.

ક્યાં વરસાદ પડશે?

Continues below advertisement

10 - 11 જાન્યુઆરીએ હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, ઓડિશા અને ઉત્તરીય આંતરિક કર્ણાટકના કેટલાક વિસ્તારોમાં, 10 જાન્યુઆરીએ ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ અને બિહારમાં અને 11-14 જાન્યુઆરીએ રાજસ્થાનમાં કોલ્ડવેવનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 10-11 જાન્યુઆરીએ અરુણાચલ પ્રદેશ, તમિલનાડુ, કેરળ અને કર્ણાટકના ઘણા ભાગોમાં ભારે વરસાદની આગાહી છે.

દિલ્લીમાં કોલ્ડવેવનો અટેક

ઇન્ટરનેશનલ મેડિકલ સેન્ટર (IMD) ના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં દિલ્હી-NCR સહિત ઉત્તર અને ઉત્તરપશ્ચિમ ભારતના કેટલાક ભાગોમાં તાપમાનનો પારો ગગડવાની સાથે કોલ્ડવેવની ધારણા છે. શુક્રવાર દિલ્હીમાં શિયાળાનો સૌથી ઠંડો દિવસ રહ્યો, લઘુત્તમ તાપમાન અત્યાર સુધીના સૌથી નીચા સ્તરે પહોંચ્યતા 4 ડિગ્રી નોંધાયું હતું. ઘણી જગ્યાએ હળવો વરસાદ પણ પડ્યો હતો.

ઉત્તર પ્રદેશમાં રાહતની અપેક્ષા

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, ઉત્તર પ્રદેશના લોકોને આગામી બે થી ત્રણ દિવસમાં કડકડતી ઠંડી અને ધુમ્મસથી થોડી રાહત મળવાની અપેક્ષા છે. 2થી 4 ડિગ્રી તાપમાનનો પારો ઉંચે જશે પરંતુ ઘણા વિસ્તારોમાં ઝરમર વરસાદ પણ થવાની સંભાવના છે. આગામી દિવસોમાં રાજધાની લખનૌ અને આસપાસના વિસ્તારોમાં સવારે હળવી ધુમ્મસ જોવા મળશે.

હિમાચલ પ્રદેશમાં હવામાન કેવું રહેશે?

હિમાચલ પ્રદેશમાં ઠંડીના મોજાને કારણે, ઘણી જગ્યાએ લઘુત્તમ તાપમાન માઈનસ 10 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટી ગયું છે. મંડી, કાંગડા અને હમીરપુરમાં તીવ્ર ઠંડીની સ્થિતિ જોવા મળી હતી. શુક્રવારે બિલાસપુરમાં ગાઢ ધુમ્મસ છવાઈ ગયું હતું. પાલમપુર, સોલન, મનાલી, નારકંડા, રેકોંગ પીઓ અને તાબોમાં લઘુત્તમ તાપમાન માઈનસ 10 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. રાજધાની શિમલા અને સામદોમાં સમાન લઘુત્તમ તાપમાન 1.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.