Jodhpur News: રાજસ્થાનના જેસલમેર જિલ્લાના પોખરણ ફિલ્ડ ફાયરિંગ (Pokhran Feild Firing Rage) રેન્જમાં શુક્રવારે ભારતીય સેના (Indian Army)નો અભ્યાસ ચાલી રહ્યો હતો, આ દરમિયાન જમીન પરથી હવામાં પ્રહાર કરનારી ત્રણ મિસાઇલો મિસફાયર થવાના કારણે જેસલમેરમાં જ અલગ અલગ સ્થાનો પર પડી ગઇ. આમાંથી બેનો કાટમાળ સેનાને અત્યાર સુધી મળી ચૂક્યો છે. એક મિસાઇલની હજુ પણ શોધખોળ ચાલી રહી છે. આમાંથી અત્યારે કોઇપણ જાનમાલના નુકશાનની ખબર નથી.  


ક્યાં-ક્યાં મળ્યો મિસાઇલનો કાટમાળ  -
સુત્રો પાસેથી મળેલી જાણકારી અનુસાર, શુક્રવારે પોખરણ ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં સેનાનો અભ્યાસ ચાલી રહ્યો હતો, તે દરમિયાન જમીન પરથી હવામાં પ્રહાર કરનારી ત્રણ મિસાઇલો છોડવામાં આવી હતી, ત્રણેય મિસાઇલો મિસફાયરના કારણે આકાશમાં જ ફાટી ગઇ, આ મિસાઇલો ફિલ્ડ ફાયરિંગ રેન્જની બહાર જઇને પડી. આમાંથી એક મિસાઇલનો કાટમાળ ફિલ્ડ ફાયરિંગ રેન્જની બહાર અજાસર ગાંમની પાસે એક ખેતરમાંથી મળ્યો, વળી, બીજી મિસાઇલનો કાટમાળ સત્યાય ગાંમથી દુર સુમસામ વિસ્તારમાંથી મળ્યો. મિસાઇલો મિસફાયરના કારણે કોઇપણ પ્રકારની કોઇ જાનહાનિ નથી થઇ, કેમ કે આ મિસાઇલોનો કાટમાળ સુમસાન વિસ્તારોમાં પડ્યો હતો, ત્રીજી મિસાઇલની હજુ પણ શોખળોળ ચાલી રહી છે. 


સેનાએ શું આપી જાણકારી - 
સેનાના પ્રવક્તા અમિતાભ શર્માએ બતાવ્યુ કે, પીએફએફઆરમાં શુક્રવારે એક યૂનિટના અભ્યાસ દરમિયાન જમીન પરથી હવામાં પ્રહાર કરનારી ત્રણ મિસાઇલો છોડવામાં આવી હતી, જે મિસફાયર થઇ ગઇ, મિસાઇલોની ઉડાન દરમિયાન મિસાઇલમાં સુરક્ષિત બ્લાસ્ટ થયો, આમાં કોઇપણ પ્રકારની જાનહાનિ નથી થઇ. મિસાઇલોના મિસફાયર થવાની ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. અત્યાર સુધી બે મિસાઇલનો કાટમાળ મળ્યો છે, અને ત્રીજી મિસાઇલના કાટમાળની શોધ ચાલી રહી છે. 


 


Cheetah Helicopter Crash: અરૂણાચલ પ્રદેશમાં ભારતીય સેનાનું હેલિકોપ્ટર થયું ક્રેશ


Indian Army Cheetah Helicopter: ભારતીય સેનાનું ચિતા હેલિકોપ્ટર અરુણાચલ પ્રદેશના મંડલા પહાડી વિસ્તાર પાસે ક્રેશ થયું છે. પાયલોટને શોધવા માટે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. સેનાના સૂત્રોએ આ અંગે માહિતી આપી હતી. તે સેંગેથી મિસામારી તરફ ઉડી રહ્યું હતું. તેમાં માત્ર પાઈલટ અને કો-પાઈલટ હતા.


ગુવાહાટીના જનસંપર્ક અધિકારી લેફ્ટનન્ટ કર્નલ મહેન્દ્ર રાવતે પુષ્ટિ કરી કે ઓપરેશનલ સૉર્ટીમાં ચિતા હેલિકોપ્ટરનો આજે સવારે 9.15 વાગ્યે એર ટ્રાફિક કંટ્રોલ (ATC) સાથેનો સંપર્ક તૂટી ગયો હતો.


ગત વર્ષે પણ ક્રેશ થયું હતું ચિતા હેલિકોપ્ટર


આ પહેલા વર્ષ 2022માં પણ ભારતીય સેનાનું ચિતા હેલિકોપ્ટર તવાંગ પાસે ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં બે પાયલોટમાંથી એકનું મોત થયું હતું. આસામના તેજપુરમાં સેનાના જનસંપર્ક અધિકારીએ જણાવ્યું હતું કે તવાંગ નજીકના ફોરવર્ડ વિસ્તારમાં આર્મીનું ચિતા હેલિકોપ્ટર 5 ઓક્ટોબર 2022ના રોજ સવારે 10 વાગ્યે ક્રેશ થયું હતું. બંને પાઈલટને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા પરંતુ એકને બચાવી શકાયો ન હતો.મૃતક પાઈલટની ઓળખ લેફ્ટનન્ટ કર્નલ સૌરભ યાદવ તરીકે થઈ હતી.


અરૂણાચલ પ્રદેશ પોલીસે શું કહ્યું


અરૂણાચલ પ્રદેશ પોલીસે કહ્યું, આર્મી હેલિકોપ્ટર સેંગે ગામથી મિસમરી જઈ રહ્યું હતું ત્યારે મધ્યમાં સંપર્ક તૂટી ગયો હતો અને તે શોધી શકાયું ન હતું. લગભગ 12.30 વાગ્યે બંગજલેપ, દિરાંગ પીએસના ગ્રામવાસીઓએ માહિતી આપી કે ક્રેશ થયેલું હેલિકોપ્ટર મળી આવ્યું છે. વિમાનમાં બે પાઈલટ સવાર હતા. આર્મી, એસએસબી અને પોલીસની શોધ અને બચાવ ટુકડીઓ ઘટનાસ્થળે રવાના થઈ ગઈ છે. હાલમાં, આ વિસ્તારમાં કોઈ સિગ્નલ ન હોવાથી કોઈ ફોટા ઉપલબ્ધ નથી. આજે હવામાન અત્યંત ધુમ્મસવાળું છે અને વિઝિબિલિટી 5 મીટર છે.