Vasundhara Raje Covid Positive: વસુંધરા રાજે કોરોના પોઝિટિવ, સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવવા કરી અપીલ

રાજસ્થાનમાં કોરોનાના કેસમાં વધારો થયો છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે સિંધિયા કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે.

Continues below advertisement

Vasundhara Raje Corona Positive: રાજસ્થાનમાં કોરોનાના કેસમાં વધારો થયો છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે સિંધિયા કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. તેમણે ટ્વિટ કરીને કોરોના સંક્રમિત થવાની માહિતી આપી છે. ટ્વીટ દ્વારા જણાવ્યું કે કોવિડની તપાસમાં મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હું ડોક્ટરોની સલાહ પર સંપૂર્ણ આઈસોલેશનમાં છું. જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે, તેઓ તપાસ કરાવે અને સાવચેતી રાખે.

Continues below advertisement

વસુંધરા રાજે સિવાય રાજ્યના મુખ્યમંત્રી અશોક ગેહલોત પણ કોરોના વાયરસથી સંક્રમિત થયા છે.  સીએમ ગેહલોતે ટ્વીટ કરીને માહિતી આપી છે કે છેલ્લા કેટલાક દિવસોમાં દેશભરમાં કોવિડના કેસ વધ્યા છે. હું પોતે પણ હળવા લક્ષણો સાથે કોવિડથી સંક્રમિત થયો છું. ડોકટરોની સલાહ મુજબ હું આગામી કેટલાક દિવસો સુધી મારા ઘરેથી કામ કરવાનું ચાલુ રાખીશ. તમે બધા કાળજી લો અને કોવિડ પ્રોટોકોલને અનુસરો.

વસુંધરા રાજે કોરોના પોઝિટિવ હોવાનું બહાર આવ્યા પછી, તાજેતરમાં જ તેમને મળેલા નેતાઓમાં અસ્વસ્થતા વધી છે, કારણ કે વસુંધરા રાજે પોતે રાજધાની જયપુરમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાં ધારાસભ્ય દળની બેઠકમાં હાજરી આપી હતી. જ્યાં તેઓ અનેક નેતાઓને મળ્યા હતા. બીજેપી પ્રદેશ અધ્યક્ષ સીપી જોશી પણ તેમને તેમના ઘરે મળવા ગયા હતા. સાથે જ તેમણે સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવવા અપીલ કરી છે. રાજસ્થાનમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસો સામે આવી રહ્યા છે. ઘણા નેતાઓ કોરોના પોઝિટિવ આવ્યા છે.  

Omicron variants: કોરોનાને લઈ ચોંકાવનારો ખુલાસો, દેશમાં મચશે હાહાકાર?

કોરોના વાયરસે ફરી એકવાર માથુ ઉચક્યું છે જેણે દુનિયાભરમાં ચિંતા વધારી છે. કોરોનાના વધુ ત્રણ વેરિયન્ટ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ઓમિક્રોનનાના આ ત્રણેય વેરિયન્ટ નોઈડામાં મળ્યા છે. આ સારી સ્થિતિ ખરેખર ગંભીર છે. સાથે જ નોઈડા નવા કોરોના કેસોનું કેન્દ્ર બની રહ્યું છે. 24 કલાકમાં અહીં કોરોનાના 9 નવા કેસ નોંધાયા છે. સક્રિય કેસની સંખ્યા વધીને 133 થઈ ગઈ છે. જેમાંના મોટાભાગના દર્દીઓ એસિમ્પટમેટિક હોય છે. એટલે કે, લક્ષણો ઓછા છે અથવા બિલકુલ દેખાતા નથી.


નોએડામાં સામે આવેલા કોરોનાના એમિક્રોનના આ ત્રણેય વેરિયેન્ટમાં XBB.2.3, XBB.1 અને XBB.1.5નો સમાવેશ થાય છે. નોએડામાં 8 દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બાકીની હોમ આઈસોલેશનમાં સારવાર ચાલી રહી છે. જીનોમ સિક્વન્સિંગ રિપોર્ટમાં દર્દીઓમાં XBB.2.3, XBB.1 અને XBB.1.5 વેરિઅન્ટ જોવા મળ્યા છે. XBB વેરિઅન્ટ એ BA.2.75 અને BA.2.10.1 નો રિકોમ્બિનન્ટ સ્ટ્રેઇન છે. આ વેરિયન્ટ કેટલા ખતરનાક છે અને તેના લક્ષણો શું છે?

Omicronના XBB પ્રકારને અત્યંત ચેપી માનવામાં આવે છે. તે કોરોનાના કેસ ઝડપથી વધવા માટે જવાબદાર છે. ગયા વર્ષે પણ આ વેરિઅન્ટના સબ-વેરિઅન્ટ જોવા મળ્યા હતા. તેમની હાજરી મહારાષ્ટ્ર અને કેરળ જેવા રાજ્યોમાં જોવા મળી હતી. સિંગાપોરમાં પણ આ પ્રકારને કારણે કેસ ઝડપથી વધ્યા હતા. ઓમિક્રોન શરીરની રોગપ્રતિકારક શક્તિને થાપ આપવા માટે જાણીતો છે. તે અત્યંત ચેપી પણ છે. હવે નોઇડામાં XBB વેરિઅન્ટ જોવા મળ્યું છે.

 

Continues below advertisement
Sponsored Links by Taboola