Ashok Gehlot tests positive for covid 19: રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત  કોરોના વાયરસથી સંક્રમિત થયા છે.  મંગળવારે સીએમ ગેહલોતે ટ્વિટ કરીને લખ્યું- છેલ્લા કેટલાક દિવસોમાં દેશભરમાં કોવિડના કેસ વધ્યા છે. હું પોતે પણ હળવા લક્ષણો સાથે કોવિડથી સંક્રમિત થયો છું. ડોકટરોની સલાહ મુજબ હું આગામી કેટલાક દિવસો સુધી મારા ઘરેથી કામ કરવાનું ચાલુ રાખીશ. તમે બધા કાળજી લો અને કોવિડ પ્રોટોકોલનું પાલન કરો.