જયપુરઃ રાજસ્થાનમાં કોંગ્રેસની કરારી હાર બાદ હવે જૂથબંધી ચરમ પર આવી ગઇ છે. પાર્ટીના ધારાસભ્યોનું કહેવું છે કે લોકસભામાં કોંગ્રેસની કારમી હારની જવાબદારી મુખ્યમંત્રી અશોક ગેહલોતે લેવી જોઇએ, અને તેમને પદ પરથી રાજીનામું આપીને સચિન પાયલટને મુખ્યમંત્રી બનાવવા જોઇએ.

ટોડાભીમ બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય પૃથ્વીરાજ મીણાએ જયપુરમાં પાર્ટીના પ્રદેશ મુખ્યાલયમાં સંવાદદાતોએને કહ્યું કે, ''જ્યારે પાર્ટી સત્તામાં હોય છે, તો હારની જવાબદારી મુખ્યમંત્રીની હોય છે, અને વિપક્ષમાં હોય છે ત્યારે આ જવાબદારી પાર્ટી અધ્યક્ષની રહે છે.''



તેમને કહ્યું કે, 'સચિના પાયલટને મુખ્યમંત્રી બનાવવા જોઇએે. આ મારી વ્યક્તિગત રાય છે. મીણાએ કહ્યું કે, તે આ વાત હું પહેલા પણ કહી ચૂક્યો છુ કેમકે વિધાનસભા ચૂંટણીમાં પાર્ટી તેમના કારણે જ જીતી છે.

ઉલ્લેખનીય છે કે, લોકસભામાં કોંગ્રેસને રાજસ્થાનમાં કારમી હારનો સામનો કરવો પડ્યો છે. પાર્ટી અધ્યક્ષે પણ સીએમ અશોક ગેહલોત પર નારાજગી દર્શાવી હતી.