જયપુરઃ રાજસ્થાનમાં કોરોના સંક્રમણ (Coronavirus)સતત વધી રહ્યું છે. જેને લઈ ગેહલોત સરકારે (Gehlot Government) કડકાઇ કરી છે. કોરોનાના વધતાં મામલા વચ્ચે રાજસ્થાન સરકારે (CM Ashok Gehlot) નવી સંશેધિત ગાઈડલાઇન (Rajasthan Corona Guidelines) બહાર પાડી છે. 5 થી 19 એપ્રિલ સુધીના સમયગાળા માટે બહાર પાડવામાં આવેલી વિશેષ ગાઇડલાઇનમાં શં બંધ રાખવું કે ચાલું તેનો આદેશ પણ આપ્યો છે.



  • કોરોના ગાઈડલાઈન્સ મુજબ સિનેમા હોલ્સ, થિયેટર, મલ્ટી પ્લેક્સ, મનોરંજન પાર્ક બંધ રાખવામાં આવશે. જ્યારે સ્વિમિંગ પૂલ, જિમ ખોલવાને પણ મંજૂરી નથી આપવામાં આવી.

  • સામાજિક, રાજકીય, મનોરંજન, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક સાર્વજનિક કાર્યક્રોમમાં 50 ટકા ઉપસ્થિતિ અને ધાર્મિક સ્થળો પર પણ એસઓપીનું પાલન કરવું પડશે.

  • રેસ્ટોરેંટમાં ટેક અવે એન્ડ ડિલીવરી પર લાગુ નહીં થાય. લગ્નમાં 100થી વધુ મહેમાનોને બોલાવી નહીં શકાય. કોવિડ-109 પ્રોટોકોલ જોગવાઈના ઉલ્લંઘન પર મેરેજ ગાર્ડન સીલ કરી દેવાશે. એન્ટી કોવિડ-19 ટીમોનું ગઠન કરાશે.

  • જિલ્લા મેજિસ્ટ્રેટ-પોલીસ કમીશ્નર કોવિડ સંક્રમણની સ્થિતિ મુજબ તેમના વિસ્તારમાં રાત્રી કરફ્યૂના સમય અંગે નિર્ણય લઈ શકશે. રાત્રે 8 થી સવારે 6 વાગ્યા સિવાય કરફ્યુ લગાવવા રાજ્ય સરકારની પૂર્વ મંજૂરી લેવી પડશે. વર્કફ્રોમ હોમ માટે પ્રોત્સાહિત કરાશે.

  • રાજકીય કાર્યાલયોમાં જરૂરિયાત મુજબ 75 ટકા સ્ટાફને બોલાવી શકાશે. જ્યારે બાકીના કર્મચારીઓ વર્ક ફ્રોમ હોમ કરી શકશે.

  • રાજસ્થાનમાં ધો.1થી 9 સુધીના ક્લાસ બંધ રહેશે. 19 એપ્રિલ સુધી ક્લાસ બંધ કરવાનો ફેંસલો લેવામાં આવ્યો છે. કોલેજના અંતિમ વર્ષને બાદ કરતાં પીજી-યૂજીના તમામ કલાસ બંધ રહેશે. કોલેજમાં કોવિડ કેસ આવતાં તેને બંધ કરી દેવાશે.

  • ખુલ્લા મેદાનમાં કાર્યક્રમ યોજતી વખતે 6 ફૂટનું અંતર રાખવું પડશે.  લગ્નમાં વીડિયોગ્રાફી કરાવાશે અને અધિકારી દ્વારા માંગવા પર ઉપલબ્ધ કરાવાશે.


દેશમાં શું છે કોરોનાની સ્થિતિ


દેશમાં કોરોનાનું સંક્રમણ રોકેટ ગતિએ વધી રહ્યું છે. મહામારી શરૂ થયા બાદ આજે પ્રથમ વખત દેશમાં એક દિવસમાં કોરોના સંક્રમણના એક લાખથી વધારે નવા મામલા સામે આવ્યા છે. આ પહેલા 16 સપ્ટેમ્બર, 2020ના રોડ 97,894 કેસ સામે આવ્યા હતા. ત્યારે 1132 લોકોના મોત થયા હતા. સ્વાસ્થ્ય મંત્રાલયના લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, છેલ્લા 24 કલાકમાં 1,03,,558 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 478 લોકોના મોત થયા છે. જોકે 52,847 લોકો ઠીક પણ થયા છે.  


કુલ કેસ-  એક કરોડ 25 લાખ 89 હજાર 067


કિલ ડિસ્ચાર્જ- એક કરોડ 16 લાખ 82 હજાર 136


કુલ એક્ટિવ કેસ - 7 લાખ 41 હજાર 830


કુલ મોત - એક લાખ 65 હજાર 101


કુલ રસીકરણ - 7 કરોડ 91 લાખ 05 હજાર 163 ડોઝ આપવામાં આવ્યા.