સંજય બાઉરી અને તેની પત્ની મંજૂ દર વર્ષે છ મહિના માટે ત્રિપુરા પ્લાસ્ટિકનો સામાન વેચવા આવે છે. પરંતુ આ વખતનો અનુભવ અલગ રહ્યો. પિતા બનેલા સંજયે કહ્યું, કોરોના વાયરસથી ફેલાયેલી મહામારીથી અનેક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. અમારા બાળકનો જન્મ સરકારી હોસ્પિટલમાં અઠવાડિયા પહેલા થયો. તેને જન્મ લોકડાઉન દરમિયાન થયો હોવાથી અમે તેનું નામ લોકડાઉન રાખવાનો ફેંસલો લીધો.
નવજાતના પિતાએ વધુમાં જણાવ્યું કે, અગરતલા રેલવે સ્ટેશન પર પોલીસ જવાનો તેને શેલ્ટર હોમ લઈ ગયા. તેમણે અમારી ખૂબ મદદ કરી. તેમના કારણે મારી પત્નીની સુરક્ષિત ડિલિવરી થઈ. હવે ઘરે જવા લોકડાઉન પૂરું થવાની રાહ જોઈ રહ્યા છીએ.
જીઆરપીના વરિષ્ઠ અધિકારીએ કહ્યું, અમે ગર્ભવતી મહિલાને આઈજીએમ હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં થોડા દિવસો પહેલા તેણે પુત્રને જન્મ આપ્યો હતો. બાળક તથા તેની માતાને જરૂરી સામાન ઉપરાંત દવા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. હાલ બંને સ્વસ્થ છે. અમે 63 પ્રવાસી વિક્રેતાઓને બે અલગ-અલગ શેલ્ટર હોમમાં લોકડાઉન બાદ રાખ્યા છે.