નવી દિલ્લી: યૂપી ચૂંટણી પહેલા ગાય અને ગૌરક્ષા પર રાજનીતિ ગરમ થઈ રહી છે. ગૌરક્ષાના નામે થઈ રહેલી ગુંડાગર્દી પર વડાપ્રધાન મોદીએ જે નિવેદનો આપ્યા, તેનાથી હવે દેશભરના ગૌરક્ષકો ગુસ્સામાં છે. ગૌરક્ષકોએ મોદીને ચેતવણી આપી છે અને નવી રણનીતિ બનાવી રહ્યા છે. જેના આધારે 22 ઓગસ્ટના રોજ દેશના તમામ ગૌરક્ષકો મોદીના વિરોધમાં વિશાળ રેલી કરશે.


પીએમ મોદીએ ગૌરક્ષકોને ખરી ખોટી સંભળાવી હતી અને દલિતો વિરુદ્ધ હિંસાની નિંદા કરી હતી. રાજસ્થાન ગૌ સેવા સમિતિના પ્રદેશ અધ્યક્ષ દિનેશ ગિરીએ એક ન્યૂઝ ચેનલને કહ્યું કે પીએમના આ નિવેદન પછી ગૌરક્ષકોનું મનોબળ તૂટી ગયું છે અને તેમની ભાવનાઓને ઠેસ પહોંચી છે. દિનેશ ગિરીએ કહ્યું કે મોદીજીના નિવેદન અને હિંગોનિયા ગૌરક્ષામાં ગાયના મોત પછી ગૌસેવા કરવામાં મુશ્કેલીઓ પડી રહી છે.