રાજસ્થાન વિધાનસભા સત્ર બોલાવવા પર રાજી થયા રાજ્યપાલ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 27 Jul 2020 05:28 PM (IST)
છેલ્લા ઘણા દિવસોથી રાજસ્થાની અશોક ગહેલોત સરકાર વિધાનસભા સત્ર બોલાવવાની માંગ કરી રહી હતી.
જયપુર: રાજસ્થાના રાજ્યપાલ કલરાજ મિશ્ર વિધાનસભા સત્ર બોલાવવા પર રાજી નથયા છે. તેમણે કહ્યું કે એવો કોઈ ઈરાદો નથી રહ્યો કે વિધાનસભા સત્ર ન બોલાવવામાં આવે. છેલ્લા ઘણા દિવસોથી રાજસ્થાની અશોક ગહેલોત સરકાર વિધાનસભા સત્ર બોલાવવાની માંગ કરી રહી હતી. પરંતુ રાજ્યપાલને તેને લઈને ઘણા વાંધા હતા. આજે જ રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્રએ વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવાના રાજ્ય મંત્રિમંડળના સંશોધિત પ્રસ્તાવને કેટલાક સવાલો સાથે સરકારને પરત મોકલ્યું છે. રાજભવન તરફથી જાહેર કરવામાં આવેલા એક નિવેદન અનુસાર, રાજ્યપાલ મિશ્રાએ કહ્યું છે કે બંધારણીય જોગવાઈઓ અનુસાર વિધાનસભા સત્ર બોલાવવું આવશ્યક છે. રાજ્યપાલે રાજ્ય સરકારને બંધારણના કલમ 174 અંતર્ગત ત્રણ સલાહ આપતા વિધાનસભાનું સત્ર બોલાવવા કાર્યવાહી કરવાની સૂચના આપી હતી. તેમાં કહેવામાં આવ્યું છે કે, "રાજભવનનો વિધાનસભા સત્ર ન બોલાવવાનો કોઈ ઇરાદો નથી." તેમાં કહેવામાં આવ્યું છે, પ્રિંટ મીડિયા અને ઈલેક્ટ્રોનિક મીડિયામાં રાજ્ય સરકારને નિવેદનથી એ સ્પષ્ટ છે કે રાજ્ય સરકાર વિધાનસભામાં વિશ્વાસ મત લાવવા માંગે છે, પરંતુ સત્ર બોલાવવાના પ્રસ્તાવમાં તેનો ઉલ્લેખ નથી.