Rajinikanth Meets Uddhav Thackeray: દિગ્ગજ અભિનેતા રજનીકાંત શનિવારે (18 માર્ચ) શિવસેના (UBT) નેતા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને મુંબઈમાં તેમના નિવાસસ્થાન 'માતોશ્રી' ખાતે મળ્યા હતા.  પાર્ટીના એક નેતાએ તેને શિષ્ટાચાર બેઠક ગણાવી કારણ કે રજનીકાંત શિવસેનાના સ્થાપક દિવંગત બાલ ઠાકરેના કટ્ટર સમર્થક રહ્યા છે. તેમણે કહ્યું કે રજનીકાંત અને ઉદ્ધવ ઠાકરે વચ્ચેની આ બિનરાજકીય મુલાકાત હતી. ઉદ્ધવ ઠાકરેની પત્ની રશ્મિ ઠાકરે અને પુત્રો આદિત્ય અને તેજસે અભિનેતા રજનીકાંતનું  બાંદ્રા સ્થિત તેમના ઘર 'માતોશ્રી' ખાતે સ્વાગત કર્યું હતું.






આદિત્ય ઠાકરેએ શું કહ્યું?


પૂર્વ મંત્રી અને વર્તમાન ધારાસભ્ય આદિત્ય ઠાકરેએ રજનીકાંતનું પુષ્પગુચ્છ અને શાલ સાથે સ્વાગત કરતા તેમના પરિવારની તસવીર ટ્વિટ કરી હતી. આ અંગે આદિત્યએ કેપ્શનમાં લખ્યું કે ફરી એકવાર રજનીકાંતને માતોશ્રીમાં જોઈને આનંદ થયો.


રજનીકાંત પ્રથમ ક્યારે આવ્યા ?


રજનીકાંત ઓક્ટોબર 2010માં માતોશ્રી ખાતે બાલ ઠાકરેને મળ્યા હતા. જુલાઈ 2021 માં  રજનીકાંતે જાહેરાત કરી કે તેઓ તેમના રાજકીય પક્ષ, રજની મક્કલ મન્દ્રમને વિસર્જન કરશે  અને ભવિષ્યમાં રાજકારણમાં પ્રવેશવાનો તેમનો કોઈ ઈરાદો નથી. ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળનો શિવસેના જૂથ મહા વિકાસ આઘાડી (MVA)નો ઘટક છે.


શરદ પવારની NSP અને કોંગ્રેસ તેના સહયોગી છે. કોંગ્રેસ અને એનસીપી સાથે ગઠબંધન કરીને ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી બન્યા હતા પરંતુ એકનાથ શિંદે બળવો કરીને ભાજપ સાથે ગયા અને પોતે મુખ્યમંત્રી બન્યા. જણાવી દઈએ કે, અભિનેતા રજનીકાંતે શુક્રવારે (17) મુંબઈમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ક્રિકેટ મેચમાં પણ ભાગ લીધો હતો.