નવી દિલ્લીઃ જમ્મુમાં તણાવભરી સ્થિતીને લઇને કેંદ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી છે. આ બેઠક રાજનાથના ઘરે મળી. જેમાં આઈબી ચીફ અને ગૃહમંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યાં છે. બેઠકમાં પરિસ્થીતીને કંઇ રીતે કાબુમાં લેવી તે અંગેની ચર્ચા કરવામાં આવી રહી છે. આ પહેલા પણ રાજનાથસિંહે લોકોને શાંતિ જાળવવા અપિલ કરી હતી. જો કે કેંદ્રીય ગૃહ સચિવ રાજીવ મહર્ષિએ કશ્મીરમાં સ્થિતિ નિયંત્રણમાં હોવાની વાત કરી છે.