નવી દિલ્હીઃ ભારત ચીન સરહદ વિવાદને લઈ રક્ષામંત્રી રાજનાથ સિંહે આજે લોકસભામાં નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું સીમા વિવાદ ગંભીર મુદ્દો છે. બંને દેશ શાંતિ પર સહમત છે. શાંતિપૂર્ણ વાતચીત દ્વારા પ્રશ્ન ઉકેલી શકાશે.


રાજનાથ સિંહે કહ્યું, આપણા જવાનો દરેક સ્થિતિનો સામનો કરવા તૈયાર છે. અમે તેની સાથે મજબૂતીથી ઉભા છીએ. 15 જૂને આપમા જવાનોએ સ્ટેટસ બદલવાના પ્રયાસને નિષ્ફળ કર્યો હતો. જવાનોએ બલિદાન આપ્યું છે. ગલવાન ઘાટીમાં થયેલા સંઘર્ષમાં ચીનને પણ નુકસાન થયું છે. ચીનની આ કોશિશ આપણે સાંખી નહીં લઈએ. બંને દેશેઓ એલએસીનું સન્માન કરવું જોઈએ.



તેમણે કહ્યું, ચીને એલએસી તથા આંતરિક વિસ્તારમાં મોટી સંખ્યામાં સેના તૈનાત કરી છે અને હથિયાર એકઠા કરી રહ્યું છે. પૂર્વ લદ્દાખ, ગોગરા, કોંગકા લા સહિત અનેક ફ્રિક્શન પોઇન્ટ છે. ભારતીય સેના પણ મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત છે.

પ્રધાનમંત્રી મોદીએ લદ્દાખનો પ્રવાસ કરીને જવાનો સાથે મુલાકાત કરી તેમનો જુસ્સો વધાર્યો હતો. તેમણે એવો સંદેશ આપ્યો હતો કે અમે વીર જવાનો સાથે ઉભા છીએ. હું પણ લદ્દાખ ગયો હતો અને જવાનોનો ઉત્સાહ વધાર્યો હતો.