પુજા પદ્ધતિ પર ઉઠાવેલા સવાલોને લઇને રાજનાથ સિંહે જવાબ આપ્યો, તેમને કહ્યું કે, મને જે ઉચિત લાગ્યુ તે મે કર્યુ છે, અને આગળ પણ આમ જ કરતો રહીશ. ગુરુવારે રાત્રે રક્ષામંત્રી રાજનાથ ફ્રાન્સ પ્રવાસથી પરત ફર્યા હતા.
ઉલ્લેખનીય છે કે, રક્ષામંત્રી રાજનાથ સિંહે દશેરાના તહેવારે જ પેરિસમાં ફ્રાન્સની દર્સા એવિએશન પાસેથી પહેલા રાફેલ લડાકૂ વિમાનની ડિલીવીરી લીધી હતી.
આ દરમિયાન રક્ષામંત્રીએ રાફેલની પુજા, શસ્ત્ર પુજા કરી, રાફેલના પૈડાંની નીચે લીંબુ મુક્યુ, નાળિયેર વધેર્યુ, નળાછડી બાંધી અને ગંગા જળ છાંટ્યુ હતુ. આની એક તસવીર સોશ્યલ મીડિયામાં વાયરલ થતાં લોકોએ રક્ષામંત્રી રાજનાથને ટ્રૉલ કરવાનુ શરૂ કર્યુ હતુ.