Rajya Sabha Election 2022 Winners List: રાજસ્થાનમાં કોંગ્રેસને ત્રણ બેઠક મળી છે, ભાજપને એક બેઠક મળી છે. કર્ણાટકમાં કુલ 4 બેઠક માટે ચૂંટણી યોજાઈ હતી. જેમાંથી 3 બેઠક પર ભાજપ તથા એક બેઠક પર કોંગ્રેસને જીત મળી છે. ભાજપના નિર્મલા સીતારણ અને કોંગ્રેસના જયરામ રમેશને જીત મળી છે. આ ઉપરાંત હરિયાણાની 2, મહારાષ્ટ્રની 6 અને કર્ણાટકની 4 બેઠક માટે મતદાન થયું છે. રાજ્યસભાની 57 બેઠક માટે ચૂંટણી યોજાવાની હતી. પણ 41 બેઠકો પર ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે.
કર્ણાટકથી રાજ્યસભામાં ભાજપના ઉમેદવારો નિર્મલા સીતારમણ, અભિનેતા રાજકારણી જગેશ અને MLC લહેર સિંહ સિરોયાએ જીત મેળવી છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર જયરામ રમેશે જીત મેળવી છે.
રાજસ્થાનમાં રાજ્યસભા ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. કોંગ્રેસે અહીં ત્રણ બેઠકો જીતી છે. રાજ્યસભાની ચૂંટણીમાં રણદીપ સુરજેવાલાને 43 વોટ મળ્યા જ્યારે મુકુલ વાસનિકને 42 વોટ મળ્યા. વાસનિકના ખાતા પરનો એક મત રદ્દ કરવામાં આવ્યો છે. ઘનશ્યામ તિવારીને 43 મત મળ્યા હતા. પ્રમોદ તિવારીને 41 મત મળ્યા હતા. તો સામે ડૉ. સુભાષ ચંદ્રના ખાતામાં 30 મત આવ્યા. ચૂંટણીમાં ત્રણ બેઠકો જીતી જતાં કોંગ્રેસ છાવણીમાં ખુશીનો માહોલ છે.
કોંગ્રેસની જીત લોકશાહીની જીત : મુખ્યમંત્રી ગેહલોત
મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું કે રાજસ્થાનમાં રાજ્યસભાની ત્રણ બેઠકો પર કોંગ્રેસની જીત લોકશાહીની જીત છે. હું ત્રણેય નવા ચૂંટાયેલા સાંસદો પ્રમોદ તિવારી, મુકુલ વાસનિક અને રણદીપ સુરજેવાલાને અભિનંદન આપું છું. મને ખાતરી છે કે ત્રણેય સાંસદો દિલ્હીમાં રાજસ્થાનના અધિકારોની જોરદાર હિમાયત કરી શકશે.
ભાજપના ઘનશ્યામ તિવારીને 43 મત મળ્યા
રાજ્યમાં સત્તારૂઢ કોંગ્રેસે ત્રણ બેઠકો માટે મુકુલ વાસનિક, પ્રમોદ તિવારી અને રણદીપ સુરજેવાલાને ઉમેદવાર તરીકે ઉતાર્યા હતા. ભારતીય જનતા પાર્ટી (BJP)એ પૂર્વ મંત્રી ઘનશ્યામ તિવારીને પોતાના સત્તાવાર ઉમેદવાર બનાવ્યા હતા. ભાજપના ઘનશ્યામ તિવારીને 43 મત મળ્યા અને આ સાથે એક બેઠક ભાજપને મળી