Raghav Chadha BJP Joining News : આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢા ભાજપમાં જોડાયા છે. તેઓ ભાજપ મુખ્યાલય પહોંચ્યા અને પાર્ટી અધ્યક્ષ નીતિન નવીનને મળ્યા. રાઘવ ચઢ્ઢા, સંદીપ પાઠક અને અશોક મિત્તલ ભાજપમાં જોડાયા છે. ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ નીતિન નવીને તમામને પાર્ટીમાં આવકાર્યા હતા. 

Continues below advertisement

એક પત્રકાર પરિષદમાં રાઘવે ચઢ્ઢાએ કહ્યું કે AAP, જેને તેમણે પોતાના જીવનના 15 વર્ષ આપ્યા તે હવે પ્રામાણિક રાજકારણથી દૂર થઈ ગઈ છે. તેમણે કહ્યું કે તેઓ તેમના પક્ષના બે તૃતીયાંશ સાંસદો સાથે પાર્ટી છોડી રહ્યા છે. રાઘવે કહ્યું કે રાજ્યસભામાં અમારા 10 સભ્યો છે. બે તૃતીયાંશ સભ્યો અમારી સાથે છે અને અમે તેના પર હસ્તાક્ષર કરીને રાજ્યસભાના અધ્યક્ષને મોકલી દીધા છે. રાઘવે કહ્યું કે હરભજન સિંહ, રાજિન્દર ગુપ્તા, સંદીપ પાઠક, અશોક મિત્તલ, વિક્રમ સાહની અને સ્વાતિ માલીવાલ પણ તેમની સાથે છે.

રાઘવ ચઢ્ઢાએ આજે ​​તેમના બે રાજ્યસભા સાથીઓ  અશોક કુમાર મિત્તલ અને ડૉ. સંદીપ પાઠક સાથે એક પત્રકાર પરિષદ યોજી હતી  અને કહ્યું હતું કે, "આમ આદમી પાર્ટી  જેને મેં મારા લોહી અને પરસેવાથી ઉભી કરી હતી અને મારી યુવાનીનાં 15 વર્ષ સમર્પિત કર્યા હતા તે તેના સિદ્ધાંતો, તેના મૂલ્યો, તેના મુખ્ય નૈતિકતા અને મૂલ્યોથી સંપૂર્ણપણે ભટકી ગઈ છે.

રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે, "અમે નિર્ણય લીધો છે કે આમ આદમી પાર્ટીના રાજ્યસભાના બે તૃતીયાંશ સભ્યો ભાજપમાં જશે  અને અમે તેના માટે કાર્યવાહી શરૂ કરી દીધી છે. રાજ્યસભામાં આમ આદમી પાર્ટીના 10 સભ્યો છે. આ ઝુંબેશમાં બે તૃતીયાંશથી વધુ સાંસદો અમારી સાથે છે. તેમણે હસ્તાક્ષર કર્યા છે અને આજે સવારે અમે રાજ્યસભાના અધ્યક્ષને સહી સાથેનો પત્ર સહિત તમામ જરૂરી દસ્તાવેજો સુપરત કર્યા છે. અમે ત્રણ તમારી સામે બેઠા છીએ. આ ઉપરાંત, વિશ્વ કક્ષાના ક્રિકેટર હરભજન સિંહ, રાજેન્દ્ર ગુપ્તા, વિક્રમ સાહની, સ્વાતિ માલીવાલ, અશોક, સંદીપ અને હું છું."