BKU Expelled Rakesh Tikait: ત્રણ કૃષિ કાયદા વિરુદ્ધ થયેલા આંદોલનનો ચહેરો બનેલા ભારતીય કિસાન યુનિયન (BKU)ના નેતા રાકેશ ટિકૈતને યુનિયનમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. વિવાદિત કૃષિ કાયદાઓ વિરુદ્ધ લાંબા સમય સુધી આંદોલન ચાલુ રાખીને સરકારને કાયદા પરત લેવા માટે મજબૂર કરનાર રાકૈશ ટિકૈતને યુનિયનમાંથી બહાર કરવાની સાથે યુનિયનમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. સૌથી મહત્વની વાત એ છે કે રાકેશ ટિકૈત અને તેમના ભાઈ નરેશ ટિકૈત જેઓ ખેડૂતોના આંદોલનના મોટા ચહેરા હતા તેઓ અલગ થઈ ગયા છે. સંસ્થા તરફથી ચૌધરી મહેન્દ્ર સિંહ ટિકૈતની પુણ્યતિથિના અવસર પર સંગઠનમાં આ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે.


લખનૌમાં બેઠક બોલાવીઃ
લખનઉમાં રાજેશ સિંહ ચૌહાણની અધ્યક્ષતામાં ભારતીય કિસાન યુનિયનની બેઠક યોજાઈ હતી. જેમાં ભારતીય કિસાન યુનિયન (અરાજનૈતિક) બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ સંગઠનના પ્રમુખ પણ રાજેશસિંહ ચૌહાણ પોતે છે. અત્યાર સુધી નરેશ સિંહ ટિકૈત ભારતીય કિસાન યુનિયનના પ્રમુખ હતા. ભારતીય કિસાન યુનિયનની આ બેઠકમાં નરેશ ટિકૈત અને રાકેશ ટિકૈત હાજર રહ્યા ન હતા.


રાકેશ ટિકૈતથી નારાજ હતાઃ
એવું કહેવામાં આવ્યું હતું કે, રાષ્ટ્રીય કાર્યકારિણીની આ બેઠકમાં ભાગ લેનારા તમામ ખેડૂત નેતાઓની ખાસ કરીને રાકેશ ટિકૈતથી નારાજગી હતી. તેમણે ટિકૈત પર આરોપ લગાવ્યો કે રાકેશ ટિકૈતે આંદોલનનો અંગત ફાયદો ઉઠાવ્યો. ટિકૈત અલગ-અલગ પાર્ટીઓના સ્ટેજ પર પણ દેખાતા રહ્યા છે. આ બધાનો આરોપ લગાવતા બેઠકમાં એક પ્રસ્તાવ લાવવામાં આવ્યો અને ત્યાર બાદ રાકેશ ટિકૈતને BKUમાંથી અલગ કરી દેવામાં આવ્યા હતા. બેઠકમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, આ ભારતીય કિસાન યુનિયનનું માતૃ સંગઠન છે, જેમાં પ્રમુખ બદલવામાં આવ્યા છે. કોઈ નવી સંસ્થા નથી બનાવવામાં આવી.


આ પણ વાંચોઃ


કોંગ્રેસની ચિંતન શિબિરમાં Rahul Gandhi એ BJP અને RSS પર કર્યા પ્રહાર, જાણો શું કહ્યું