Ram Mandir Pran Pratishtha:  અયોધ્યામાં ભગવાન શ્રીરામનું ભવ્ય મંદિર હાલમાં ચર્ચામાં છે કારણ કે તેની પ્રાણ પ્રતિષ્ઠાની તારીખ નજીક આવી રહી છે. અયોધ્યામાં રામજન્મભૂમિ પર બનેલા ભવ્ય મંદિરમાં રામલલ્લાની મૂર્તિ સ્થાપિત થશે તેની કરોડો ભક્તો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. બીજી તરફ રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા માટે ત્રણમાંથી એક મૂર્તિની પસંદગી કરવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર તેની તસવીર શેર કરી છે.






કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ સોમવારે રાત્રે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક તસવીર શેર કરી હતી. તસવીર શેર કરતાં તેમણે કહ્યું કે, 'અયોધ્યામાં ભગવાન રામના અભિષેક માટે મૂર્તિની પસંદગીને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. આપણા દેશના પ્રખ્યાત શિલ્પકાર યોગીરાજ અરુણ દ્વારા બનાવવામાં આવેલી ભગવાન રામની પ્રતિમા અયોધ્યામાં સ્થાપિત કરવામાં આવશે.






રામ મંદિર માટે આ મૂર્તિની થઇ પસંદગી


તેમણે લખ્યું કે, જ્યાં રામ છે ત્યાં હનુમાન છે. અયોધ્યામાં ભગવાન રામના અભિષેક માટે આ મૂર્તિની પસંદગી કરવામાં આવી છે. આપણા દેશના પ્રખ્યાત શિલ્પકાર આપણા ગૌરવ યોગીરાજ અરુણ દ્વારા બનાવવામાં આવેલી ભગવાન રામની પ્રતિમા અયોધ્યામાં સ્થાપિત કરવામાં આવશે.


કેન્દ્રીય મંત્રીએ આગળ લખ્યું હતું કે  “આ રામ હનુમાનના અતૂટ સંબંધનું બીજું ઉદાહરણ છે. તેમાં કોઈ શંકા નથી કે હનુમાનની ભૂમિ કર્ણાટકથી રામલલ્લા માટે એક મહત્વપૂર્ણ સેવા છે.


બીએસ યેદિયુરપ્પાએ શું કહ્યું


કર્ણાટક ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ પણ આવો જ દાવો કર્યો હતો અને ખુશી વ્યક્ત કરી હતી. પર એક પોસ્ટમાં તેમણે  લખ્યું હતું કે મૈસૂરના મૂર્તિકાર અરુણ યોગીરાજે બનાવેલી ભગવાન રામની મૂર્તિ અયોધ્યાના ભવ્ય શ્રીરામ મંદિરમાં સ્થાપિત કરવા માટે પસંદ કરવામાં આવી છે જેનાથી રાજ્યના તમામ રામભક્તોનું ગૌરવ અને ખુશી બમણી થઇ ગઇ છે.  શિલ્પી યોગીરાજ અરુણને હાર્દિક અભિનંદન.


રામલલ્લાની મૂર્તિઓ પર ત્રણ શિલ્પકારોએ કામ કર્યું છે


શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયે ગુરુવારે (28 ડિસેમ્બર) એબીપી ન્યૂઝના એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે મૂર્તિ પથ્થરોથી બનાવવામાં આવી રહી છે, ત્રણ શિલ્પકારો ત્રણ પ્રકારના પથ્થરો પર પ્રતિમાઓ બનાવી રહ્યા છે.


અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરીએ થવાની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાય તેવી સંભાવના છે. આ કાર્યક્રમ માટે પીએમને આમંત્રણ આપવામાં આવ્યું છે.