Maharashtra Election 2024: મહારાષ્ટ્રમાં બેઠકોની વહેંચણી લઈને MVA ના ઘટક દળ કોંગ્રેસ અને શિવસેના (યુબીટી) વચ્ચે હજુ સુધી ફાઇનલ થયું નથી. ઉદ્ધવ ઠાકરેની પાર્ટી પોતાની માંગ સાથે અડીખમ છે. આ વચ્ચે મહારાષ્ટ્ર કોંગ્રેસના ઇન્ચાર્જ રમેશ ચેન્નિથલાને પૂછવામાં આવ્યું કે શું શિવસેના (યુબીટી) મહાવિકાસ આઘાડીથી બહાર નીકળી જશે?


આ સવાલ પર તેમણે કહ્યું કે મહાવિકાસ આઘાડી આ ચૂંટણીમાં એકસાથે લડશે. અહીં કોઈ મતભેદ નથી. બેઠકોની ચર્ચા ચાલી રહી છે. બધું ઠીક થઈ જશે. તેમણે દાવો કર્યો કે મહારાષ્ટ્રમાં અમે સરકાર પણ બનાવીશું. ચેન્નિથલાએ કહ્યું, "આજે બપોરે પાંચ વાગે સીઈસી ની બેઠક છે. તેના પહેલા સ્ટેયરિંગ કમિટીની બેઠક ચાલી. સીઈસીમાં કેટલીક બેઠકો પર નિર્ણય લેવામાં આવશે." સ્ટેયરિંગ કમિટીમાં કેટલી બેઠકો પર ચર્ચા થઈ તે સવાલના જવાબમાં તેમણે કહ્યું કે જ્યારે યાદી આવશે ત્યારે તમને જાણ થઈ જશે.


બીજી બાજુ મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ કહ્યું, "અમે 96 બેઠકો પર આજે ચર્ચા કરી છે. અમે લોકોએ નિર્ણય લઈ લીધો છે કે આવતીકાલે અમે મુંબઈ જઈને શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે સાથે વાત કરીશું. 30-40 બેઠકો ફસાઈ ગઈ છે, અમે બેઠક કરીને તેનો ઉકેલ લાવીશું. આ ભૂમિકા કોંગ્રેસ પાર્ટીની છે."


સંજય રાઉતના નિવેદનનો ઉલ્લેખ કરતા પટોલેએ બીજેપી પર નિશાન સાધતા કહ્યું, "બીજેપી પતંગબાજી કરે છે." અલ્પસંખ્યક મતો વાળી કેટલીક બેઠકો પર ઉદ્ધવ ઠાકરેની પાર્ટીના દાવા પર તેમણે કહ્યું, "દરેક પાર્ટી આ પ્રયાસ કરે છે. પરંતુ જે પાર્ટીનો અધિકાર બને તે જ તે બેઠક પરથી લડશે."






ધ્યાનમાં રાખો કે MVA માં કોંગ્રેસ અને શિવસેના (યુબીટી) ઉપરાંત શરદ પવારની પાર્ટી પણ શામેલ છે. ત્રણેય દળોએ મળીને લોકસભા ચૂંટણી લડી હતી. પરિણામ MVA ના પક્ષમાં રહ્યા હતા. હવે વિધાનસભા ચૂંટણી માટે બેઠકોની સમસ્યા ઊભી થઈ છે, પરંતુ ઘટક દળના નેતાઓ એકજુટતા પર જોર આપી રહ્યા છે અને જલ્દી સમજૂતી થવાની વાત કરી રહ્યા છે.


આ પણ વાંચોઃ


ભાજપ વિરોધી હોવું ગુનો છે? હવે અમે મત તેને આપીશું જે..., અવિમુક્તેશ્વરાનંદે જણાવ્યું મહારાષ્ટ્રમાં કોની સાથે છે