નવી દિલ્હી: સમાજવાદી પાર્ટીના નેતા રામગોપાલ યાદવે પુલવામા હુમલાને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે. એક સભામાં તેમણે કહ્યું મત માટે જવાનોને મારવામાં આવ્યા છે. તપાસ થશે ત્યારે મોટા-મોટા લોકો ફસાઈ જશે. અર્ધસૈનિક દળ સરકારથી દુખી છે. ઉલ્લેખનીય છે કે 14 ફેબ્રુઆરીના સીઆરપીએફના કાફલા પર હુમલો થયો હતો, જેમાં 40 જવાનો શહીદ થયા હતા.


રામગોપાલ યાદવે કહ્યું, અર્ધસૈનિક દળ દુખી છે સરકારથી, જવાનોને મારવામાં આવ્યા વોટ માટે, ચેકિંગ નહોતું જમ્મુ શ્રીનગર વચ્ચે. જવાનોને સાદી બસોમાં મોકલવામાં આવ્યા. આ કાવતરૂ છે. અત્યારે નથી કહેવા માંગતો. જ્યારે સરકાર બદલશે, ત્યારે તપાસ થશે ત્યારે મોટા-મોટા લોકો ફસાઈ જશે.

જમ્મૂ-કાશ્મીરઃ પાક ફાયરિંગમાં 1 જવાન શહીદ, 3 જગ્યા પર આતંકીઓ વિરૂદ્ધ ઓપરેશન

ઉલ્લેખનીય છે કે પુલવામા હુમલો જૈશ-એ-મૌહમ્મદે કર્યો હતો. જૈશના આતંકીએ વિસ્ફોટકો ભરેલા વાહનથી શ્રીનગર જમ્મુના અવંતીપોરા પાસે એક સીઆરપીએફ બસને ટક્કર મારી, ત્યાર બાદ વિસ્ફોટ થયો અને 40 જવાનો શહીદ થયા હતા.