Ration card rules: જો તમે પણ રાશન કાર્ડ પર સસ્તા દરે અથવા મફતમાં રાશન મેળવો છો, તો તમારા માટે આ સમાચાર ખૂબ જ મહત્વના છે. એક નાની ભૂલને કારણે તમારું રાશન મળવાનું બંધ થઈ શકે છે. ભારત સરકારે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ હેઠળ રાશન કાર્ડ ધારકો માટે કેટલાક નિયમો બનાવ્યા છે, જેનું પાલન કરવું જરૂરી છે.
ભારત સરકાર દ્વારા દેશના ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને રાશન કાર્ડ દ્વારા ઓછા ખર્ચે અથવા મફતમાં અનાજ પૂરું પાડવામાં આવે છે. આ યોજનાનો લાભ દેશના કરોડો લોકો લઈ રહ્યા છે. આ યોજનાનો લાભ મેળવવા માટે રાશન કાર્ડ હોવું ફરજિયાત છે. પરંતુ સરકારે હવે રાશન કાર્ડ સાથે જોડાયેલા કેટલાક નિયમોમાં ફેરફાર કર્યા છે, જે દરેક રાશન કાર્ડ ધારકે જાણવા જરૂરી છે.
સરકારે તમામ રાશન કાર્ડ ધારકોને ઈ-કેવાયસી (ઇલેક્ટ્રોનિક નો યોર કસ્ટમર) કરાવવા માટે સૂચનાઓ આપી છે. આ માટે ઘણી વખત ડેડલાઈન પણ આપવામાં આવી છે. જો કોઈ રાશન કાર્ડ ધારકે હજુ સુધી ઈ-કેવાયસી કરાવ્યું નથી, તો તેમને રાશન મળવાનું બંધ થઈ શકે છે.
સરકારે રેશન કાર્ડ માટે ઈ-કેવાયસી કરાવવાની છેલ્લી તારીખ ૩૧મી માર્ચ નક્કી કરી છે. જો આ તારીખ સુધીમાં કોઈ રાશન કાર્ડ ધારક પોતાનું ઈ-કેવાયસી નહીં કરાવે તો તેમને રાશન કાર્ડ પર મળતી રાશનની સુવિધા બંધ થઈ શકે છે. આથી, જો તમે પણ રાશન કાર્ડનો લાભ લઈ રહ્યા છો અને હજુ સુધી ઈ-કેવાયસી નથી કરાવ્યું, તો તાત્કાલિક આ પ્રક્રિયા પૂર્ણ કરો.
હવે જાણી લો કે રાશન કાર્ડ ધારકો પોતાનું ઈ-કેવાયસી કેવી રીતે કરાવી શકે છે. ઈ-કેવાયસી કરાવવા માટે તમે તમારા નજીકના રાશન ડીલર પાસે જઈ શકો છો. ત્યાં તમારે તમારું આધાર કાર્ડ આપવાનું રહેશે અને બાયોમેટ્રિક્સ દ્વારા તમારી ઈ-કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. આ ઉપરાંત, જો તમારા રાજ્યમાં ઓનલાઈન ઈ-કેવાયસીની સુવિધા ઉપલબ્ધ હોય તો તમે ઘરે બેઠા પણ આ પ્રક્રિયા પૂર્ણ કરી શકો છો.
સરકાર દ્વારા આ નિયમ એટલા માટે લાગુ કરવામાં આવ્યો છે જેથી રાશન વિતરણ પ્રક્રિયામાં પારદર્શિતા જળવાઈ રહે અને માત્ર યોગ્ય લાભાર્થીઓને જ આ યોજનાનો લાભ મળે. જો તમે ૩૧મી માર્ચ સુધીમાં ઈ-કેવાયસી નહીં કરાવો તો તમને મળતું રાશન અટકી શકે છે, તેથી આ કામ જલ્દીથી પૂરું કરી લો.