નવી દિલ્હીઃ તમે જ્યારે એટીએમમાંથી કેશ કાઢો છો તો ઘણીવાર એટીએમમાં આઉટ ઓફ કેશ કે કેશ ખતમ હોવાના કારણે એકથી બીજા એટીએમમાં જવાની પરેશાનીઓ ઉઠાવવી પડે છે. લોકોની આ સમસ્યાને ધ્યાનમાં રાખતા આરબીઆઇએ દેશની તમામ બેન્કોના એટીએમ માટે નવી ગાઇડલાઇન જાહેર કરી દીધી છે. આ ગાઇડલાઇન અનુસાર, જો કોઇપણ બેન્કનો ગ્રાહક એટીએમ જાય છે અને તે એટીએમમાં કેસ નથી, તો તેનો દંડ બેન્કનો ભોગવવો પડશે. 


જો કોઇપણ એટીએમમાં કેશ નહીં રહે તો તે એટીએમના બેન્કનો દંડ ભરવો પડશે. આરબીઆઇની નવી ગાઇડલાઇન અનુસાર, 1 ઓક્ટોબર, 2021થી એક મહિનામાં જો કોઇ બેન્કનુ એટીએમ 10 કલાકથી વધારે સમય સુધી ખાલી રહે છે તો તે બેન્ક પર દંડ લાગવાનો શરૂ થઇ જશે.  


આરબીઆઇએ આ સંબંધમાં એક સર્ક્યૂલર જાહેર કર્યો છે, આ સર્ક્યૂલરમાં કહેવામાં આવ્યુ છે કે, એટીએમમાં ફિક્સ ટાઇમ પર પૈસા ના નાંખવા પર બેન્ક પર દંડ ફટકારવામાં આવશે. આરબીઆઇએ આ મોટો ફેંસલો એટલા માટે લીધો છે કેમ કે એટીએમમાં પૈસા હોય તેના પ્રત્યે બેન્કો જવાબદાર બને અને કોઇપણ પ્રકારની બેદરકારી ના રાખે. આરબીઆઇએ આ ફેંસલો કેશ-આઉટના કારણે એટીએમના ડાઉનટાઇમની સમીક્ષા બાદ લીધો. 


આરબીઆઇ દ્વારા લેવામાં આવેલા ફેંસલા અનુસાર જો કોઇ બેન્કના એટીએમમાં એક મહિનામાં 10 કલાક સુધી કેશ નહીં હોય, તો તે સ્થિતિમાં 10,000 રૂપિયાનો દંડ લઇ શકાય છે. આ ઉપરાંત બેન્કમાં કેશ નાંખવા માટે કઇ કંપનીની સુવિધા લઇ રહી છે તેનો પણ દંડ બેન્કે જ ચૂકવવો પડશે. બેન્ક આ પછી ભલે તે કંપની પાસે પૈસા વસૂલ કરી લે.